મુંબઈ: અભિનેતા ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ તેની માતા આયેશાને પહેલીવાર સ્ક્રીન પર જોવા માટે ઉત્સાહિત છે. ક્રિષ્નાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ક્લીપ શેર કરી હતી. જેમાં તેની માતા આયેશા જોવા મળી રહી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ક્રિષ્ના શ્રોફે લખ્યું કે, માતાને પહેલીવાર સ્ક્રીન પર જોઈ. તાજેતરમાં કૃષ્ના સફેદ ઓફ સોલ્ડર ટોપ અને ફુલ મેક-અપમાં મિરર સેલ્ફી ક્લિક કરતી એક તસવીર શેર કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી આયેશાએ 1984માં રિલીઝ થયેલી ઉમેશ મેહરાની ફિલ્મ 'તેરી બાંહો મેં'માં કામ કર્યું હતું, જે 1980ની હોલીવુડ હિટ ફિલ્મ 'ધ બ્લુ લગૂન'ની બોલિવૂડ રિમેક હતી. આ ફિલ્મમાં મોહનીશ બહલ જોવા મળ્યા હતા.