મેકર્સે આ ફિલ્મને લઇ સોશિયલ મીડિયા પર ઘોષણા કરી હતી અને જણાવ્યું કે, આ ફિલ્મનું નામ 'ઇંદુ કી જવાની' હશે. આ એક કૉમેડી ફિલ્મ હશે. આ ફિલ્મમાં કિયારા અડવાણી ગાઝિયાબાદની છોકરી ઇંદુ ગુપ્તાનો પાત્ર ભજવતી જોવા મળશે. સૂત્રો અનુસાર આ ફિલ્મ સપ્ટેમ્બરમાં રીલિઝ થશે. 'ઇંદુ કી જવાની'ને નિખિલ અડવાણી, નિરંજન અયંગર અને રાયન સ્ટીફેને મળીને કો-પ્રોડ્યુસ કરી છે.
વધુમાં તમને જણાવીએ કે, આ ફિલ્મ દ્વારા લેખક- ફિલ્મમેકર આબિર સેનગુપ્તા બૉલિવુડમાં ડિરેક્શનની દુનિયામાં પહેલું પગલું ભરવા જઇ રહ્યા છે. તો સાથે જ કિયારા અડવાણી માટે પણ આ ખૂબ જ મોટો અવસર હશે. તે પહેલી વાર કોઇ મહિલા કેન્દ્રીત ફિલ્મમાં દમદાર પાત્રમાં લીડ રોલ કરતી જોવા મળશે.
આ ફિલ્મ વિશે વાત કરતાં કિયારા અડવાણીએ એક ઇન્ટરવ્યુહમાં જણાવ્યું કે, 'આ ફિલ્મ એક મહિલા પર આધારિત છે. આ ફિલ્મમાં મારું પાત્ર ઇંદુનું હશે કે જે ચતુર