હૈદરાબાદ: બોલિવૂડ સુપરસ્ટાર અને 'ગોડફાધર' સલમાન ખાન આજે સોમવારે પોતાનો 56મો (Salman Khan is celebrating his 56th birthday) જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર તેના ચાહકો અને બોલિવૂડ સ્ટાર્સ તેને જન્મદિવસની શુભેચ્છાઓ (Salman Khan Birthday Wishes) મોકલી રહ્યા છે.
કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર સલમાન ખાનની શેર કરી તસવીર
સલમાન ખાને તેની એક્સ ગર્લફ્રેન્ડ કેટરીના (Katrina wishes Salman Khan a happy birthday) તરફથી તેના જન્મદિવસ પર સૌથી વિશેષ શુભેચ્છાઓ મળી છે. કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર સલમાન ખાનની એક (Katrina Kaif shared a picture of Salman Khan on social media) તસવીર શેર કરીને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
કેટરીના કૈફે સલમાન ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
કેટરીના કૈફે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર ફોટો શેર કરીને સલમાન ખાનને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. સલમાન ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા કેટરીનાએ લખ્યું, કે 'સલમાન ખાન તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન તમારી પાસે જે પ્રેમ, ચમક અને પ્રતિભા છે તેને આશીર્વાદ આપે તે હંમેશા આવા જ રહે.
કેટરીના કૈફના લગ્ન પછી પણ સલમાન સાથેની મિત્રતા પહેલાની જેમ જ છે
આ પોસ્ટ પછી સ્પષ્ટ થઈ ગયું છે કે, કેટરીના કૈફના લગ્ન પછી પણ સલમાન સાથેની મિત્રતા પહેલાની જેમ જ છે. ચાહકો પણ કેટરિના કૈફના જોરદાર વખાણ કરી રહ્યા છે. ખરેખર લગ્ન પછી આજે સલમાન અને કેટરીનાના ફેન્સ પણ આ પોસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
2022માં સલમાન ખાન અને કેટરીના કૈફ ફિલ્મ 'ટાઈગર-3'ના શૂટિંગ માટે દિલ્હી જશે
9 ડિસેમ્બરે સલમાન ખાન કેટરિના-કૈફ અને વિકી કૌશલના લગ્નમાં હાજરી આપી શક્યો નહોતો. આ દિવસે તે પોતાની 'દબંગ ટૂર' માટે સાઉદી અરેબિયા જવા રવાના થયો હતો. વર્ષ 2022માં દિલ્હીમાં સલમાન ખાન અને કેટરીના કૈફ ફિલ્મ 'ટાઈગર-3'ના શૂટિંગ માટે જશે.
આ પણ વાંચો: 'Bhai' ka Birthday: સલમાન ખાનનો આજે 56મો જન્મદિવસ, જાણો તેમના જીવનના રસપ્રદ કિસ્સા
આ પણ વાંચો: Wedding Gift Katrina Kaif: સલમાન-રણબીરે કેટરિના કૈફ પર ખર્ચ્યા કરોડો રૂપિયા, બંનેએ આ લગ્નની ભેટ આપી હતી