- જાણો આ છે કેટરીનાના સપનાનો રાજકુમાર
- જાણો કેટરિના તેના જીવનસાથી પાસેથી ક્યાં ત્રણ ગુણોની આશા છે
- કેટરીના અને વિકીના અફેરનો ખુલાસો એક્ટર હર્ષવર્ધન રાણે કર્યો
હૈદરાબાદઃ કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન (katrina Vicky Wedding) હવે નજીકમાં છે, ત્યારે લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને બન્ને પરિવાર રાજસ્થાન જવા નીકળી ગયા છે. આ દરમિયાન કેટરિના કૈફનો એક જૂનો ઈન્ટરવ્યુ ઘણો વાયરલ (Katrina kaif Old video Viral) થઈ રહ્યો છે. ઈન્ટરવ્યુમાં કેટરીના ત્રણ બાબતો વિશે જણાવ્યું છે, જેની તે તેના પતિ પાસેથી અપેક્ષા રાખે છે. અટલે જ કદાચ કેટરિના કૈફને એવું લાગ્યુ હશે કે, વિકી કૌશલ તેના જીવનસાથીના રૂપમાં એકદમ પરફેકટ છે.
કેટરિનાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું તેના જીવનસાથીમાં ક્યાં ત્રણ ગુણની આશા છે
તમને જણાવી દઈએ કે,ફિલ્મફેરને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે લગ્ન માટે કેવો છોકરો ઈચ્છે છે. આ ઈન્ટરવ્યુમાં કેટરિનાએ તે ત્રણ ગુણો વિશે વાત કરી હતી જે તે તેના પતિમાં જોવા માંગતી હતી. પ્રથમ ગુણ એ હોવો જોઈએ કે, મને તેના વિશે બઘી જાણકારી હોવી જોઇએ, બીજું, તેનો સેંસ ઓફ હ્યમૂર સારો હોવો જોઇએ, ત્રીજો મહત્વનો ગુણ એ કે અમે એક બીજાને સારી રીતે સમજી શકતા હોવા જોઇએ. આ દરમિયાન અભિનેત્રીને એ પણ પૂછવામાં આવ્યું કે, વર્ષ 2019માં તે સૌથી મહત્વની વસ્તુ શું ઈચ્છે છે, તેના જવાબમાં કેટરીના કૈફે મજાકીયે અંદાજમાં કહ્યું હતું બોયફ્રેન્ડ.
આ પણ વાંચો: કેટરીના કૈફે લૉન્ચ કરી મેકઅપ લાઇન, 'કોપી કેટ'નું મળ્યું ટેગ!
કેટરીના અને વિકીના અફેરનો ખુલાસો એક્ટર હર્ષવર્ધન રાણેએ કર્યો
તમને જણાવી દઈએ કે, આ વર્ષે જૂનમાં કેટરીના અને વિકીના અફેરનો ખુલાસો એક્ટર હર્ષવર્ધન રાણે દ્વારા કરવામાં આવ્યો હતો. આ વાત એક શોના માધ્યમથી હર્ષવર્ધને જણાવ્યું હતું કે, 'વિકી-કેટરિના સાથે છે, આ એકદમ સાચી વાત છે. હું આ વાત શેર કરીને મારા માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છું. હાલ તેમના આ સંબંધ પર વધુ કંઈ બોલવા નથી માગતા.
આ પણ વાંચો: સુષ્મિતા સેન બંધાઈ શકે છે લગ્નના બંધનમાં
7 થી 9 ડિસેમ્બર દરમિયાન લગ્ન સમારોહ યોજાશે
રાજસ્થાનમાં હાલ 7 થી 9 ડિસેમ્બર દરમિયાન લગ્ન સમારોહ યોજાશે, જેમાં સંગીત અને મહેંદીના ફંકશન સામેલ હશે. સૂત્રએ જણાવ્યું કે, 'તેમના લગ્ન સાદાઈથી થશે, જેમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ સામેલ હશે. ત્યાર પછી બંને ફિલ્મ ઉદ્યોગના લોકો માટે એક કાર્યક્રમનું આયોજન કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લગ્ન માધોપુરના ચોથના બરવારા શહેરમાં આવેલ સિક્સ સેન્સ કિલ્લામાં થશે.