- કેટરીના કૈફ અને વિકી કૌશલ લગ્નની વિધિઓ શરુ
- બુધવારે પીઠી અને મહેંદી વિધિ કરાશે
- 9 ડીસેમ્બરે બંને લગ્નના બંધનમાં બંધાશે
ન્યૂઝ ડેેસ્કઃ કેટરિના કૈફ અને વિકી કૌશલ ગુરુવારે હંમેશા માટે એકબીજાની સાથે રહેવા લગ્નના બંધનમાં બંધાશે. લગ્નની તમામ તૈયારીઓ થઈ ગઈ છે અને હવે વિધિઓ શરુ (katrina kaif vicky kaushal wedding rituals) થઇ રહી છે.. બુધવારે કેટરીનાની મહેંદી-હળદરની સેરેમની થશે. મંગળવારે વિકી કૌશલે લેડીઝ સંગીત વિધિ પતાવી હતી.. દરમિયાન એવા સમાચાર છે કે લગ્ન બાદ કેટરીના-વિકી હનીમૂન (Katrina kaif and Vicky kaushal honeymoon) પર જઈ શકશે નહીં. કારણ કે લગ્ન પછી કપલ પોતપોતાની ફિલ્મોમાં વ્યસ્ત થઈ જશે.
કપલે ફક્ત લગ્ન માટે રજા લીધી
લરઘોડિયાંએ લગ્ન માટે થોડા દિવસની રજા લીધી છે, ત્યારબાદ બંને કામ પર પાછા ફરશે. તમને જણાવી દઈએ કે શ્રીરામ દ્વારા નિર્દેશિત થનારી ફિલ્મમાં કેટરિના કૈફ વિજય સેતુપતિ સાથે કામ કરશે અને વિકી કૌશલ દિનેશ વિજનના પ્રોજેક્ટમાં સામેલ થશે. આવી સ્થિતિમાં બંને માટે લગ્ન પછી તરત જ હનીમૂન (Katrina kaif and Vicky kaushal honeymoon) પર જવું મુશ્કેલ બની રહ્યું છે. પિંકવિલાના સમાચાર મુજબ, કેટરિના અને વિકીના લગ્નનું સંગીત કાર્યક્રમ (katrina kaif vicky kaushal wedding rituals) ચર્ચામાં છે, કારણ કે કેટરિના અને વિકી ફિલ્મ 'સિંઘ ઈઝ કિંગ'ના રોમેન્ટિક ગીત 'તેરી ઓર' પર શાનદાર પરફોર્મ કરવા જઈ રહ્યાં છે. સંગીત વર અને કન્યાની બે ટીમમાં વહેંચવામાં આવશે. કેટરીના અને વિકી આ માટે રિહર્સલ પણ કરી રહ્યાં છે.
ગુરદાસ માન લેડીઝ સંગીતમાં ગાશે
પંજાબી ગાયક ગુરદાસ માન પણ લેડીઝ સંગીતમાં ગાતા જોવા મળશે. મંગળવારે વિકીની માતાએ લેડીઝ સંગીત (katrina kaif vicky kaushal wedding rituals) કર્યું, જે સંપૂર્ણપણે પંજાબી સંસ્કૃતિનું હતું. જેમાં મહિલાઓએ જૂના પંજાબી ગીતો પર ઢોલક પર ડાન્સ કર્યો હતો. વિકી કૌશલની માતાએ કેટરિના અને તેના પરિવારને સમગ્ર પંજાબી સંસ્કૃતિનો પરિચય કરાવ્યો.
મહેમાનોમાં કોણ છે?
કેટરિના વિકીના લગ્નમાં નવા મહેમાનોની યાદીમાં નેહા ધૂપિયા, અંગદ બેદી, શર્વરી વાળા અને રાધિકા મદeનનો સમાવેશ થાય છે. આજે બુધવારે મહેંદી વિધિ (katrina kaif vicky kaushal wedding rituals) થશે.
આ પણ વાંચોઃ Katrina Kaif And Vicky Kaushal wedding: કેટરિનાની બહેન નતાશા પહોંચી રાજસ્થાન, મહેમાનો આવવા લાગ્યા