મુંબઇ: અભિનેત્રી સારા અલી ખાન અને કાર્તિક આર્યનનો પ્રેમ ભલે પૂર્ણ થઇ ગયો હોય, પરંતુ બન્ને જ્યારે પોતાની આવનારી ફિલ્મ "લવ આજ કલ"ના પ્રમોશન માટે રિયાલિટી શો ઇન્ડિયન આઇડલમાં બન્નેનો પ્રેમ એક બીજા માટે જોવા મળ્યો હતો.
પ્રેમોશન દરમિયાન કાર્તિક બ્લેક ટીશર્ટની સાથે જેકેટમાં જોવા મળ્યો હતો. જેનો પર્ફેક્ટ હેયરસ્ટાઇલ અને ગ્લોસેસમાં તે ગુડલુકિંગ લાગી રહ્યો હતો. તેણે સારાને બાહોમાં ઉચકી લીધી હતી, ત્યારે બીજી બાજુ અભિનેત્રી એથનિક ડ્રેસમાં જોવા મળી હતી. ફિલ્મી કપલે ઇન્ડિયન આઇડલમાં જજ હિમેશ રેશમિયા, નેહા કક્કડ અને વિશાલ દદલાની સાથે ફોટો લીધા હતા.
'લવ આજ કલ' ઇમ્તિયાઝ અલીની 2009માં રિલીઝ થયેલી હિટ ફિલ્મનો નવું વર્ઝન છે. ઓરિજનલ ફિલ્મમાં સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ મુખ્ય પાત્રમાં છે.