ETV Bharat / sitara

કાર્તિક આર્યને માધુરી દીક્ષિતના ગીત પર કર્યો ડાન્સ, આવી રીતે કરાય છે Cook - સોશિયલ મીડિયા

બોલીવૂડ અભિનેતા કાર્તિક આર્યને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં તે માધુરી દીક્ષિતના ગીત પર ડાન્સ કરતો જોવા મળે છે. કાર્તિક આર્યનનો આ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

કાર્તિક આર્યને માધુરી દીક્ષિતના ગીત પર કર્યો ડાન્સ, આવી રીતે કરાય છે Cook

author img

By

Published : Aug 18, 2021, 4:50 PM IST

  • બોલીવૂડ અભિનેતા કાર્તિક આર્યને શેર કર્યો વિડીયો
  • ઇન્સ્ટાગ્રામમાં મૂક્યો માધુરી દીક્ષિતના ડાન્સ પર ડાન્સનો વિડીયો
  • લખ્યું, "... લેકિન ઈસી તરહ સે આપ હૂક કરતે હૈ"

    ન્યૂઝ ડેસ્ક- બોલીવૂડ અભિનેતા કાર્તિક આર્યન હમણા સતત ચર્ચામાં રહે છે. કાર્તિક સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. કેટલાક વખતથી કાર્તિક તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરે છે. તાજેતરમાં જ તેણે માધુરી દીક્ષિતના ગીત પર ડાન્સ કરતો વીડિયો શેર કર્યો છે. તેના ફેન્સને ખૂબ પસંદ પણ આવ્યો છે.

    ‘ફ્રેડી’ના શૂટિંંગમાં વ્યસ્ત

કાર્તિક આર્યન હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘ફ્રેડી’ના શૂટિંંગમાં વ્યસ્ત છે. સોશિયલ મીડિયા પર કાર્તિક જ્યારે ફ્રી થાય ત્યારે વીડિયો બનાવીને શેર કરે છે અને પોતાનો શોખ પુરો કરી લે છે. છેલ્લાં ઘણા વખતથી કાર્તિક આર્યના ડાન્સ વીડિયો ખૂબ વાયરલ થયા છે. ફરી એક વખત કાર્તિક આર્યને ‘કૂક કૂક’ ચેલેન્જ સ્વીકારી છે અને કરી બતાવી છે.

માધુરી દીક્ષિતના ગીત કૂક કૂક પર ડાન્સ

કાર્તિક આર્યને આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કર્યો છે. વીડિયોમાં કાર્તિક આર્યન અને તેની સાથે બે લોકો માધુરી દીક્ષિતના ગીત કૂક કૂક પર ડાન્સ કરી રહ્યાં છે. વીડિયોને શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે ‘હમ કૂક કરતે હૈ ઓર લોગ દેખતે હે, લેકિન ઈસી તરહ સે આપ હૂક કરતે હૈ’ કાર્તિકનો આ વીડિયો ખૂબ પસંદ આવ્યો છે. કેટલાય લોકોએ આ વીડિયો પર કોમેન્ટ કરી છે અને વખાણ પણ કર્યા છે.

કાર્તિક આર્યનનું બીઝી શિડ્યુલ

કાર્તિક આર્યનનું હમણાં ખૂબ જ બીઝી શિડ્યુલ છે. તે અનેક ફિલ્મો કરી રહ્યો છે, તેવું જાહેર પણ કર્યું હતું. હાલ તે ફ્રેડી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. તેમજ હંસલ મહેતાની ફિલ્મ ‘કેપ્ટન ઈન્ડિયા’નો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો. તેની પહેલાં સમીર વિદ્વવસની ફિલ્મ જેનું નામ સત્ય નારાયણની કથા રાખવાની જાહેરાત કરી હતી. જો કે આ ફિલ્મનું નામ બદલી નાંખવામાં આવશે, પણ તેના નવા નામની જાહેરાત થઈ નથી. તે ઉપરાંત કિયારા અડવાનીની સાથે ફિલ્મ ભૂલભૂલૈયા-2નું શૂટિંગ હવે સમાપ્ત થવાના આરે છે. તેની ફિલ્મોની યાદીમાં ‘ધમાકા’ પણ છે, જેમાં કાર્તિક એક પત્રકારના રોલમાં છે.

આ પણ વાંચોઃ અક્ષયે બે અલગ અલગ જૂતાં પહેરી પૂછ્યો સરસ પ્રશ્ન, આપો જવાબ

આ પણ વાંચોઃ અભિનેતા સંજય કપૂરની પુત્રી શનાયા કપૂરે શેર કર્યો ગ્લેમરસ લુકનો વીડિયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.