મુંબઈ: કાર્તિક આર્યને કોરોના વાઈરસ સામે લડતા કોરોના કમાન્ડો માટે નવી સિરિઝ 'કોકી પૂછેગા' શરૂ કરી છે. કાર્તિક આર્યન હંમેશા દેશના યુથ આઈકોન તરીકે કાર્ય કરે છે. કાર્તિકના #કોરોનાસ્ટોપકરોનાના 2 મિનિટ અને 48-સેકન્ડ લાંબા એકપાત્રી નાટકમાં તેમણે મહામારી સામે લડવાની સામાજિક અંતરના મહત્વ વિશે વાત કરતો વીડિયે સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કાર્તિકનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આજે આ યુવા અભિનેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જે તેની યુટ્યુબ ચેનલ પર તેની નવી સિરીઝની ઝલક આપે છે. કોવિડ -19 વિશે જાગૃતિ ફેલાવવા માટે કાર્તિક આર્યન તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ- 'કાર્તિક આર્યન- બેબી સ્ટેપ્સ' પર એક નવો શો લઈને આવી રહ્યો છે. આ શ્રેણીને 'કોકી પૂછેગા' નામ આપવામાં આવ્યું છે. કોકી કાર્તિકનું નિક નેમ છે, જેને સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા અભિનેતાને આપવામાં આવ્યું છે.
કાર્તિક ડૉકટર્સ, પોલીસકર્મીઓ, સામાજિક કાર્યકરો અને જીવલેણ કોરોના વાઈરસ સામે લડનારા કોરોના કમાન્ડોના ઈન્ટરવ્યું લેશે. જેમાં કોવિડ -19ના વાસ્તવિક જીવનના વોરિયરનો સમાવેશ થાય છે. કાર્તિક આર્યનના એકપાત્રીકરણો અને ગીત દ્વારા સામાજિક અંતરના મહત્વની યાદ અપાવ્યા પછી અભિનેતાઓ રોગથી બચેલા લોકો સાથે વાત કરશે અને વૈશ્વિક રોગચાળા વિશે કેટલીક સ્ટોરી રજૂ કરશે.
- View this post on Instagram
#KokiPoochega 🤫 Episode 1 - @sumitisingh One of India’s first Covid-19 survivors.🙏🏻 Link in Bio ▶️
">
આ સિરીઝનો રવિવારે પ્રીમિયર તેમની યુટ્યૂબ ચેનલ પર થશે અને શ્રેણીની પહેલી મહેમાન સુમિતી સિંઘ છે, જે ભારતની કોરોના અસરગ્રસ્તમાંથી એક હતી અને તે કોરોના વાઈરસને હરાવી સ્વસ્થ થઈ છે. કાર્તિકે કોરોના સામે રક્ષણ માટે પીએમ-કેર્સ ફંડમાં 1 કરોડનું દાન પણ આપ્યું છે.