ETV Bharat / sitara

કરિશ્મા કપૂર અને ગોવિંદાની ફિલ્મ "કુલી નંબર-1"ને 25 વર્ષ પૂર્ણ - ફિલ્મ કુલી નંબર 1

કરિશ્મા કપૂર અને ગોવિંદાની ફિલ્મ "કુલી નંબર-1"ના રિલીઝને 25 વર્ષ પૂર્ણ થયા છે. આ વિશેષ પ્રસંગે કરિશ્માએ ચાહકો સાથે ફિલ્મનું પોસ્ટર શેર કરીને ઉજવણી કરી છે. 1995માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં કરિશ્મા અને ગોવિંદા હતા.

કુલી નંબર 1
કુલી નંબર 1
author img

By

Published : Jun 30, 2020, 10:53 PM IST

મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર અને અભિનેતા ગોવિંદાની હિટ ફિલ્મ 'કુલી નંબર-1'ને આજે 25 વર્ષ પૂર્ણ થયા છે. બંને કલાકારોએ ફિલ્મમાં શાનદાર કામ કર્યું હતું. ફિલ્મને 25 વર્ષ પૂર્ણ થતા કરિશ્માએ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું અને તેના ચાહકો સાથે ઉજવણી કરી હતી.

પોસ્ટરમાં ગોવિંદાના થભા પર કરિશ્મા બેઠી છે. ગીત "તુઝકો મિર્ચી લગી" બેકગ્રાઉન્ડમાં ચાલી રહ્યું છે. આ સાથેના કેપ્શનમાં તેણે લખ્યું છે, "તે ક્ષણો હંમેશા યાદ રહેશે. મારા હૃદયની નજીકની એક ફિલ્મ "કુલી નંબર 1"ના 25 વર્ષ પૂર્ણ થયા છે. આ સુંદર સફર માટે ગોવિંદા, ડેવિડ ધવન, વસુ ભગનાનીનો આભાર...."

આ ફિલ્મ 30 જૂન, 1995ના રોજ રીલિઝ થઈ હતી. ફિલ્મમાં કરિશ્મા અને ગોવિંદાને કાસ્ટ કરવામાં આવ્યા હતા. કરિશ્મા કપૂર હાલ મોટા પડદાથી દૂર છે, પરંતુ તેની અભિનય શૈલી હજી પણ ચાહકોના હૃદયમાં છે. તેણે ઈન્ડસ્ટ્રીને એક કરતા વધારે ફિલ્મ આપી છે. ગોવિંદા સાથે કરિશ્માની જોડી હિટ રહી હતી. તેઓએ સાથે મળીને 'હીરો નંબર 1', 'રાજા બાબુ', 'સાજન ચલે સસુરલ', 'હસીના માન જાએગી' જેવી ઘણી હિટ ફિલ્મો આપી હતી.

'કુલી નંબર 1' હિટ ફિલ્મ હતી. આ ફિલ્મ ડેવિડ ધવન દ્વારા બનાવવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.