મુંબઇ: હાલમાં જ કરીનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સામે આવેલા વીડિયોમાં ફેન્સ સેલ્ફીની ડિમાન્ડ કરવા પર અજીબ વર્તન જોવા મળ્યું હતું.
લોકો તેને હેપ્પી હોલી કહે છે, પરંતુ કરીનાનો કોઇ જવાબ આપતી નથી અને આગળ વધી જાય છે. વીડિયોમાં આગળ નજર પડે છે કે, કરીના એક બંગલામાંથી બહાર આવે છે અને ફેન્સ તેનાથી સેલ્ફીની ડિમાન્ડ કરવા લાગે છે. કરીના ફેન્સની સાથે સેલ્ફી લેવાની વાત પર રોકાઇ જાય છે પરંતુ કઇક એવું થાય છે કે જે લોકોને ખૂબ અજીબ લાગ્યું.
જેવી જ છોકરીઓ સેલ્ફી લેવા માટે ત્યાં ઉભી થાય છે કરીના ત્યાંથી ઝડપથી નીકળી જાય છે. તેના આ વર્તન માટે તેણે ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. એક યુઝરે લખ્યું આટલો ઇગો.. જ્યારે અન્ય કહ્યું એરોગેન્સ એક અલગ જ લેવલ પર છે. માત્ર બે છોકરી તેની પાસે સેલ્ફી લેવા માટે કહી રહી હતી. કોઇ મોટી ભીડ પણ ન હતી.
ઉલ્લેખનીય છે કે, હાલ કરીના આમિર ખાનની સાથે ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાની શુટિંગમાં વ્યસ્ત છે. તે સિવાય કરીના ઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમ અને કરણ જોહરની મલ્ટી સ્ટારર ફિલ્મ તખ્તમાં પણ નજરે પડશે.