- સાઉથના સુપરસ્ટાર બાહુબલી અભિનેતા પ્રભાસે કરિનાને મોકલી બિરયાની
- કરિનાએ સોશિયલ મીડિયા પર બિરયાનીનો ફોટો શેર કરી પ્રભાસનો માન્યો આભાર
- કરિનાએ ફોટોના કેપ્શનમાં બાહુબલી પ્રભાસના વખાણ કરી આદિપુરુષ ફિલ્મનું હેશટેગ મુક્યું
ન્યૂઝ ડેસ્કઃ ફિલ્મ અભિનેત્રી કરિના કપૂર અવારનવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય છે. ત્યારે હાલમાં જ તેણે એક બિરયાનીનો ફોટો શેર કર્યો હતો. આ બિરયાની તેને બીજા કોઈએ નહીં, પરંતુ સાઉથના સુપરસ્ટાર બાહુબલી પ્રભાસે મોકલી હતી. આ ફોટો શેર કરતા કરિનાએ કેપ્શનમાં લખ્યું હતું કે, ચાલો ખાઈએ. જ્યારે બાહુબલી તેમને બિરયાની મોકલે છે તો જરૂર બેસ્ટ જ હશે. થેન્ક્યુ પ્રભાસ આ ભોજન માટે. આ સાથે જ કરિનાએ પોસ્ટમાં ફિલ્મનું નામ આદિપુરુષને પણ ટેગ કર્યું છે. આ સ્વાદિષ્ટ ભોજનને જોતા અંદાજ લગાવી શકાય છે કે કરિનાએ પણ ફ્રભાસના સ્વિટ જેસ્ચરને એન્જોય કર્યું છે.
આ બોલીવુડ સ્ટાર્સ સાથે પ્રભાસ કરી રહ્યા છે ફિલ્મ
અભિનેતા પ્રભાસનું કરિના સાથે આ પહેલું ઈન્ટરેકશન છે, જેને અભિનેત્રીએ ફેન્સ સાથે શેર કર્યું છે. આમ તો, પ્રભાસ અત્યારના દિવસોમાં બોલીવુડના અનેક સ્ટાર્સ સાથે કામ કરી રહ્યા છે. સાહોમાં શ્રદ્ધા કપુર અને જેકલિન ફર્નાન્ડીઝ સાથે કામ કર્યા પછી હવે પ્રભાસ કૃતિ સેનન અને દીપિકા પાદુકોણ જેવી બોલીવુડ હસ્તીઓ સાથે ફિલ્મ બનાવી રહ્યા છે. આદિપુરુષ ફિલ્મમાં પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનન એકસાથે જોવા મળશે.
કરિનાની આગામી ફિલ્મો
તો કરિનાના આગામી ફિલ્મોની વાત કરીએ તો, તેની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' છે, જે આ વર્ષે ક્રિસમસના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મની અન્ય શૂટિંગ હાલમાં જ શરૂ થઈ હતી, જેમાં કરિનાએ વાપસી કરી છે. આ ફિલ્મ હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગંપની રિમેક છે. ફિલ્મમાં આમીર ખાન લીડ રોલમાં છે.
આ પણ વાંચોઃ પ્રિયંકા ચોપરાએ પેરિસથી પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી