ETV Bharat / sitara

કરીના કપૂર ખાનનું ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ, ફોટો કર્યા શેર - કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાન અત્યાર સુધી સોશિયલ મીડિયાના એક પણ પ્લેટફોર્મ પર ન હતી, જો કે તેણે હાલમાં જ ઈન્સ્ટાગ્રામમાં કરીના કપૂર ખાન કરીને એક અકાઉન્ટ બનાવ્યું છે. જેમાં એક વીડિયો અને એક ફોટો શેર કર્યો છે.

કરીના કપૂર ખાનનું ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ, ફોટો કર્યા શેર

author img

By

Published : Mar 6, 2020, 9:12 PM IST

મુંબઈઃ કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામમાં ડેબ્યૂ કર્યું છે. 6 માર્ચે કરીનાએ પોતાની એક તસવીર શેર કરી હતી અને આ તસવીરને કેપ્શન આપ્યું હતું, હેલ્લો ઈન્સ્ટાગ્રામ. કરીના કપૂર લાંબા સમયથી સોશિયલ મીડિયામાં નહોતી. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કરીના કપૂરે કહ્યું હતું કે તે એમ જ માનતી હતી કે તે ક્યારેય સોશિયલ મીડિયામાં આવશે નહીં. ડર હતો કે તેને પિક્ચર્સના લાઈક્સની આદત ના પડી જાય અથવા તો તે તેના જીવનની તમામ વાતો શેર કરવા ના લાગે. જોકે, હવે તેને લાગ્યું કે તેણે સમય સાથે બદલવું પડશે. તે માત્ર ને માત્ર ચાહકોને કારણે સોશિયલ મીડિયામાં આવી છે. તે પોતાનું જીવન ચાહકો સાથે શૅર કરવા ઈચ્છે છે.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે એક વીડિયો પોસ્ટ કરીને કહેવામાં આવ્યું હતુ કે, ટૂંક સમયમાં આવું છું. વીડિયોમાં એક બિલાડી ભાગતી જોવા મળે છે. જો કે ગઇકાલ સુધી આ એકાઉન્ટના ડિસ્પ્લે પિકમાં કોઇ ફોટો જોવા મળ્યો ન હતો. પરંતુ ૧ કલાક પહેલા કરીનાએ પોતાનો ફોટો પોસ્ટ કર્યો અને ડિસ્પ્લે પિકમાં પોતાની બાળપણની ફોટો શેર કરીને ઓફિશિયલ કરી દીધું કે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનું ડેબ્યૂ કરી દીધું છે.

આ સિવાય કરીના કપૂર ખાનના આ એકાઉન્ટમાં ઓફિશિયલ બ્લૂ ટિક પણ જોવા મળી રહી છે અને ગણતરીના કલાકોમાં જ કરીનાના લાખોથી વધારે ફોલોઅર્સ થઇ ગયા છે. આ સિવાય કરીનાની બહેન કરિશ્મા કપૂરે પણ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરીને કરીનાનો ફોટો મૂક્યો છે અને તેણે વેલકમ કહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.