શુક્રવારના રોજ કરણ જોહરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ધર્મા પ્રોડક્શન એક હૉરર ફિલ્મ કરશે. એક પોસ્ટર પણ જાહેર કરતાં લખ્યું હતું કે, ધર્મા પ્રોડક્શન 15 નેવમ્બર 2019માં ડરની નવી વ્યાખ્યા આપવા જઇ રહ્યું છે. તો પોસ્ટરના કેપ્શનમાં લખ્યું હતું કે, ફિલ્મની અંગેની અન્ય જાહેરાત સોમવારે કરવામાં આવશે. જોકે, આ ફિલ્મ સંબધિત અન્ય જાણકારી આપવામાં આવશે નહીં.
હાલ, કરન જોહર પોતાની ફેન્ટસી એડવેન્ચર પર આધારીત ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની રીલીઝ થવાની રાહ જોઇ રહ્યો છે. જેમાં અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.