રવિવારે સાંજે યોજાયેલાં 'જિયો મામી મૂવી મેલા' નામના કાર્યક્રમમાં કરન જોહર કરીના કપૂર ખાન અને આલિયા ભટ્ટ સાથે હોસ્ટ કરતાં જોવા મળ્યા હતાં. જ્યાં તેમણે ફિલ્મોની આર્થિક નીતિ વિશે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, "હું પહેલો માણસ છું, જે હંમેશાથી ઇચ્છે છે કે, જે કલાકાર જેના યોગ્ય હોય તેને તે મળવું જોઈએ. હું કોઈ ભેદભાવ રાખતો નથી. પુરુષ અને મહિલા કલાકારોને ન્યાયી ફી ચૂકવું છું."
આમ, અભિનેતાઓને ચૂકવાતી ફીની સમાનતા વિશે વાત કરતાં કહ્યું હતું કે, એવી કેટલીક પ્રતિભાશાળી અભિનેત્રીઓ છે જે, પુરુષ કલાકાર કરતાં વધુ ફી મેળવવાની હકદાર છે.
ઉલ્લેખનીય છે કે, કરન જોહર આગામી વર્ષે તખ્ત નામની ફિલ્મના નિર્દેશન સાથે રૂપેરી પડદે પાછા ફરી રહ્યાં છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ, ભૂમિ પેડનેકર, જાનવી કપૂર અને અનિલ કપૂર મુખ્ય પાત્રમાં છે. આ ફિલ્મની પટકથા સુમિત રાયે લખી છે.