ન્યૂઝ ડેસ્ક: હૈદરાબાદ સિવિલ કોર્ટે કોપીરાઈટ કેસમાં કંગના રનૌતના પહેલા રિયાલિટી શો 'લોક અપ'ની રિલીઝ (Lock Up show Realease) પર રોક (Kangna Ranuat Lock Up show) લગાવી દીધી છે. આ સમાચારે કંગના અને નિર્માતાઓની ઊંઘ હરામ કરી દીધી છે, કારણ કે ગઈકાલે 27 ફેબ્રુઆરીથી શો શરૂ થઈ રહ્યો હતો. જો બધુ બરાબર નથી તો શોને લોક પણ થઈ શકે છે. ઘીમે ઘીમે શોના સ્પર્ધકો (Lock Up show Contenstant) પરથી પડદો ઉઠી રહ્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ શોમાં 16 વિવાદાસ્પદ સેલિબ્રિટીઓ
આ સંજોગોમાં નિર્માતાઓએ હવે આ વિવાદાસ્પદ શોના પાંચમા સ્પર્ધકના ચહેરા પરથી પડદો હટાવી દીધો છે. તમને જણાવી દઈએ કે, ટીવી એક્ટર કરણવીર બોહરાએ શોમાં એન્ટ્રી કરી છે. તમને જણાવી દઈએ કે, આ શોમાં 16 વિવાદાસ્પદ સેલિબ્રિટીઓને 72 દિવસની જેલ કરવામાં આવશે. શોના ફોર્મેટ મુજબ, આ તમામ સ્પર્ધકોએ શોમાં સામાન્ય રીતે ઉપલબ્ધ સુવિધાઓનો પણ સામનો કરવો પડશે.
આ પણ વાંચો: kangna ranuat lock up show copy case: કંગના રનૌતના શો 'લોક અપને લઇને થયો ઘટસ્ફોટ,કોર્ટે કર્યું ફર્માન જારી
શો 24×7 લાઇવ સ્ટ્રીમ કરશે
Alt બાલાજી અને MX પ્લેયર તેમના સંબંધિત પ્લેટફોર્મ પર શો 24×7 લાઇવ સ્ટ્રીમ કરશે. દર્શકો આ શો ફ્રીમાં જોઈ શકશે. આ સાથે, દર્શકોને સ્પર્ધકો સાથે સીધો સંપર્ક કરવાની પણ મંજૂરી આપવામાં આવશે.
આ પણ વાંચો: Lock up Show: જાણો રિયાલિટી શો 'લૉક અપ'ની આ ખાસ રસપ્રદ વાતો