મુંબઇ : મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે મૌન તોડ્યું છે. તમામ આરોપોને ખોટા ગણાવતા તેમણે કહ્યું કે, અભિનેતાના મોતમાં ગંદા રાજકારણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આના પર કંગનાએ તેમના પર મૌખિક હુમલો બોલ્યો છે. કંગનાએ એક પછી એક ટ્વિટ કરીને આદિત્ય ઠાકરેના પિતા અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને 7 મહત્વના પ્રશ્નો પૂછ્યા છે.
કંગનાએ એક ટ્વિટમાં લખ્યું હતું કે "હા હા જુઓ કોણ ગંદા રાજકારણની વાત કરે છે, તમારા પિતાને મુખ્યપ્રધાન પદ કેવી રીતે મળ્યું? તે ગંદા રાજકારણનો એક કેસ સ્ટડી છે ... SSRના મોત પર તમારા પિતાથી હું તેમના મોત સંબંધિત કેટલાક પ્રશ્નોના જવાબો માગું છું. "
- રિયા ક્યાં છે?
- મુંબઈ પોલીસને સુશાંત સિંહના અકુદરતી મોત અંગે કેમ ફરિયાદ નથી થઇ?
- જ્યારે ફેબ્રુઆરી મહિનામાં સુશાંતનો જીવ જોખમમાં હોવાની ફરિયાદ ઉઠી હતી, ત્યારે મુંબઈ પોલીસ તેને આત્મહત્યા કેમ કહે છે?
- અમારી પાસે ફોરેન્સિક નિષ્ણાત પાસે સુશાંતનો ફોન ડેટા કેમ નથી...તેના મોતના અઠવાડિયામાં તેણે કોની સાથે વાત કરી હતી.?
- IPS વિનય તિવારીને કોરેન્ટાઇનના નામે કેમ બંધ કરવામાં આવ્યો?
- CBI તપાસથી કેમ ડરી રહ્યા છે.?
- રિયા અને તેના પરિવારે સુશાંતને પૈસા કેમ આપ્યા?
આ સાથે કંગનાની ટીમે લખ્યું કે, આ પ્રશ્નોનો રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી, કૃપા કરીને તેમના જવાબ આપો.
કંગનાએ ક.આરકેના ટ્વિટને રિટ્વીટ કરતા લખ્યું કે, 'દરેક લોકો જાણે છે પણ કોઇ તેમનું નામ નથી લેવા માગતું..કરણ જોહરનો શ્રેષ્ઠ મિત્ર અને વિશ્વના સર્વોત્તમ સીએમનો પુત્ર, જેનો કોઈ ઉલ્લેખ નથી તેમને પ્રેમથી 'બેબી પેંગ્વિન' કહેવામાં આવે છે. કંગનાએ કહ્યું કે, હું મારા ઘરમાં ફાંસી લગાવું તો જાણી લેજો મેં આત્મહત્યા નથી કરી."
-
Everyone knows but no one can take his name, Karan Johar’s best friend and world’s best CM’s best son, lovingly called baby penguin, 😁Kangana is saying if I found hanging in my house, please know I did not commit suicide 😁😁🙏🙏🙏 https://t.co/JdjvuBzqjI
— Team Kangana Ranaut (@KanganaTeam) July 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Everyone knows but no one can take his name, Karan Johar’s best friend and world’s best CM’s best son, lovingly called baby penguin, 😁Kangana is saying if I found hanging in my house, please know I did not commit suicide 😁😁🙏🙏🙏 https://t.co/JdjvuBzqjI
— Team Kangana Ranaut (@KanganaTeam) July 31, 2020Everyone knows but no one can take his name, Karan Johar’s best friend and world’s best CM’s best son, lovingly called baby penguin, 😁Kangana is saying if I found hanging in my house, please know I did not commit suicide 😁😁🙏🙏🙏 https://t.co/JdjvuBzqjI
— Team Kangana Ranaut (@KanganaTeam) July 31, 2020
તેના સાથી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં રહસ્યમય મોત પર કંગના દરેક પલ પ્રતિક્રિયા આપી રહી હતી. આ મામલે ખૂબ જ અવાજ ઉઠાવતા કંગના આ દિવસોમાં સુશાંતને ન્યાય મળે તે માટે એક ઝુંબેશ ચલાવી રહી છે. તેણીએ ઘણી વખત સૂચવ્યું છે કે, સુશાંતના મોત પાછળ ખૂબ પ્રભાવશાળી લોકો સામેલ છે.
મહારાષ્ટ્રના એક વ્યક્તિ સમિત ઠક્કરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના પુત્ર આદિત્ય ઠાકરેની 'બેબી પેંગ્વિન' તરીકે મજાક કરતા સંબોધન કર્યું હતું. સમિતે 1 જુલાઈએ ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે બાળાસાહેબ ઠાકરેના પૌત્ર આદિત્ય ઠાકરેને અધૂરી પૂજા છોડી ઉભા થવા પર ટીકા કરી હતી.