- ફિલ્મમાં તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન જે.જયલલિતાના પાત્રમાં જોવા મળશે
- કંગના રનૌતે ટ્વિટર પર શેર કર્યું ફિલ્મનું ટ્રેલર
- 23 એપ્રિલના રોજ રિલિઝ થશે ફિલ્મ
હૈદરાબાદ: બોલિવૂડ સ્ટાર કંગના રનૌતની આગામી ફિલ્મ થલાઈવીનું ટ્રેલર તેણીના જન્મદિવસે બહાર પાડવામાં આવ્યું છે. એ.એલ. વિજય દ્વારા દિગ્દર્શિત 'થલાઈવી' તમિલનાડુના સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યપ્રધાન જે. જયલલિતાના જીવનથી પ્રેરિત છે. ટ્રેલર અભિનેતાથી રાજકારણી બનેલા જયલલિતાએ જીવનમાં ઉતાર-ચઢાવનો સામનો કરીને મેળવેલી જીતને યોગ્ય રીતે રજૂ કરે છે. થલાઈવીનું ટ્રેલર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમના સંઘર્ષથી લઈને દેશના એક પ્રતિભાશાળી મહિલા રાજકારણી બનવા સુધીની સફરની ઝલક આપે છે.
જયલલિતાની બોલિવૂડ એક્ટ્રેસથી રાજકારણી સુધીની સફર
ફિલ્મમાં જયલલિતાનું પાત્ર ભજવવા માટે કંગનાએ 20 કિલો વજન વધારવું પડ્યું હતું. જ્યારબાદ વજન ઘટાડવાની સફર પણ તેટલી જ જટિલ રહી હતી. ટ્રેલરને જોતા નેશનલ એવોર્ડ વિજેતા કંગનાએ જે પ્રયત્નો કર્યા છે, તે ખૂબ સારી રીતે જોઈ શકાય છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ એમ ત્રણ ભાષામાં રિલિઝ થશે. થલાઈવીનું નિર્દેશન એ.એલ. વિજય દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં અરવિંદ સ્વામી, પ્રકાશ રાજ, મધુ અને ભાગ્યશ્રી પણ મુખ્ય ભૂમિકામાં છે.
23 એપ્રિલે વિશ્વભરના સિનેમાઘરોમાં થશે રિલિઝ
વિબ્રી મોશન પિક્ચર્સ, મ અને ઝી સ્ટુડિયોઝ દ્વારા ગોથિક એન્ટરટેઈનમેન્ટ અને સ્પ્રિન્ટ ફિલ્મ્સના સહયોગથી રજૂ કરવામાં આવનારી ફિલ્મ 'થલાઈવી'નું નિર્માણ વિષ્ણુવર્ધન ઈન્દુરી અને શૈલેષ આર સિંઘ દ્વારા કરવામાં આવ્યું છે અને હિતેશ ઠક્કર અને તિરૂમલ રેડ્ડીએ તેના સહ-નિર્માતા છે. કંગના રનૌત અભિનિત આ ફિલ્મ આગામી 23 એપ્રિલના રોજ વિશ્વભરમાં રિલિઝ થશે.