મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ કેટલાક મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ રહી છે. જેમાં નેપોટિઝમ જેવા મુદ્દા શીર્ષક બની રહ્યા છે.
અભિનેતા નસીરુદ્દીન શાહે આ મામલે પોતાનું રિએક્શન આપ્યું છે. નસીરુદ્દીન શાહએ જણાવ્યું કે, જે લોકોના મગજમાં ઇન્ડસ્ટ્રી વિશે જે ગંદકી ફેલાયેલી છે તે હવે મીડિયા સામે ઉલ્ટી કરી રહ્યા છે. જેના પર અભિનેત્રી કંગના રનૌત ટ્વીટ કરતા નસીરુદ્દીનના આ નિવેદન પર નિવેદન આપ્યું હતું.
કંગનાએ ટ્વીટ કરતા જણાવ્યું ધન્યવાદ નસરજી તમે મારા બધા એવોર્ડ અને સફળતાઓ અને તોલી, જેમાં નેપોટીઝ છે નહીં.
કંગના એક વીડિયો શેર કરી જણાવ્યું કે, " નસીર એક શાનદાર આર્ટિસ્ટ છે એટલા મહાન કલાકારની તો ગાળો પણ ભગવાનના પ્રસાદ સમાન છે. હું એ ચીજોને જોઈ રહી છું જેમાં મેં અને નસીરજીએ સિનેમા વિશે ઘણી સારી વાતો કરી હતી અને મને હજુ પણ યાદ છે કે, તમે ગયા વર્ષે મારા કામની પ્રશંસા કરી હતી.”
હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન નસીરુદ્દીનને પૂછવામાં આવ્યું હતું કે, આ ચર્ચાઓ બાદ કાંઈ બદલાવ આવી શકશે? નસીરુદ્દીન એ જણાવ્યું હતું કે, ફક્ત તેની આશા રાખી શકે છે.
નસીરુદ્દીન જણાવ્યું કે, સુશાંતના નિધન બાદ લોકો બોલિવૂડમાં નેપોટિઝમ અને બહારના લોકોને લઈને ચર્ચાઓ કરી રહ્યા છે.
કંગના રનૌતને લઈને નસીરુદ્દીન જણાવ્યું કે, તે કેટલાક ફિલ્મમેકર્સ અને સ્ટાર કિડ્સને નિશાન બનાવી રહી છે. તાપસી પન્નુ અને સ્વરા ભાસ્કર જેવી એક્ટર્સ અને તે બી ગ્રેડ બતાવી રહી છે.