મુંબઈઃ સુશાંતસિંહ રાજપૂતનાં મોતનાં કેસની તપાસ કરી રહેલી બિહાર પોલીસે મુંબઈ પોલીસ પર તપાસમાં સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો છે. બિહાર પોલીસનું કહેવું છે કે, મુંબઇ પોલીસ તપાસમાં યોગ્ય રીતે સહકાર આપી રહી નથી. આટલું જ નહીં, મુંબઈમાં તપાસ કરી રહેલા પટના પોલીસની ટીમનું નેતૃત્વ કરી રહેલા આઈપીએસ અધિકારી વિનય તિવારીને ત્યાં 14 દિવસ માટે ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. જે બાદ મુંબઇ પોલીસની પર સવાલો ઉભા થઈ રહ્યાં છે.
કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે ટ્વિટર પર મુંબઈ પોલીસને પાગલ ગણાવી છે, ત્યારે બોલિવૂડ અભિનેત્રી કંગના રાનૌતે પોલીસના આ પગલાને ગુંડા રાજ તરીકે ગણાવ્યું છે.
કંગના રનૌતે તેના ટ્વિટર પર લખ્યું, 'આ શું છે? ગુંડા રાજ? અમે વડાપ્રધાનને કહેવા માંગીએ છીએ કે, સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરનારા લોકોને જો આપણે પકડી ન શકીએ, તો મુંબઈમાં કોઈ બહારનો વ્યક્તિ સલામત રહેશે નહીં. ગુનેગારો વધુ શક્તિશાળી બની રહ્યા છે, કૃપા કરીને તેમાં દખલ કરો અને આ કેસ તમારા હાથમાં લો.'
- " class="align-text-top noRightClick twitterSection" data="">
સુશાંત સિંહની બહેને પણ લખ્યું છે કે, શું તે સાચું છે? જે અધિકારીને ડ્યૂટી માટે મોકલવામાં આવ્યા છે, તેમને 14 દિવસ માટે ક્વૉરન્ટીન કરી શકાય?
કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે પણ ટ્વિટ કરીને મુંબઈ પોલીસ પર નિશાન સાધ્યું છે. નિરૂપમે ટ્વિટ કર્યું કે, 'લાગે છે કે બીએમસી અને મુંબઇ પોલીસ પાગલ થઈ ગઈ છે. પોલીસ ઓફિસર તિવારીને 15 ઓગસ્ટ સુધી ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે, તો તપાસ કેવી રીતે થશે? મુખ્યપ્રધાને તાત્કાલિક કોઈ નિર્ણય લેવો જોઈએ. તિવારીને મુક્ત કરો અને તપાસમાં મદદ કરો નહીંતર મુંબઈ પોલીસ પર લોકો વધુ શક કરશે'.
- " class="align-text-top noRightClick twitterSection" data="">