કલ્કી પોતાની પ્રેગનેન્સીને લઈને ઘણા સમયથી ચર્ચામાં હતી અને તે પ્રેગનેન્સી દરમિયાન પોતાના અનુભવો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતાં. માતા બન્યા પછી કલ્કી ખૂબ ખુશ છે. આ સમયે સોશિયલ મીડિયા પર કલ્કીએ ન્યૂ બોર્ન બેબી ગર્લનું નામ 'સાપો' રાખ્યુ હતું.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સોશિયલ મીડિયા પર દરેક શુભેચ્છકનો આભાર માન્યો હતો, આ ઉપરાંત પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યું કે, કેવી રીતે સ્ત્રી પીડાથી બાળકને જન્મ આપે છે, છતાં પણ તેણીને તે સન્માન મળતું નથી. જે તેને લાયક છે. બાળકને જન્મ આપવાની પ્રક્રિયામાં તમારે ઘણી શારીરિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કલ્કીએ છેલ્લા 9 મહિનાના પોતાના અનુભવોની વિગતવાર માહિતી શેર કરી હતી.
કલ્કી કોચલિન અને પોતાના ઈઝરાયલી બોયફ્રેન્ડ હર્શબર્ગ દિકરીના પેરેન્ટ્સ બન્યા છે. અગાઉ કલ્કીએ ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં, તો પણ હાલ બંને એકબીજાના સારા મિત્રો છે.