ETV Bharat / sitara

સિંગર જાવેદ અલીએ 'રૉકસ્ટાર' ફિલ્મના 'કુન ફાયા કુન' વિશે જણાવી રસપ્રદ વાતો - સિંગર જાવેદ અલી

સિંગર જાવેદ અલી લોકપ્રિય રિયાલિટી શો સારેગામાપા લિટલ ચેમ્પ્સના જજ બન્યા છે. શોના આગામી એપિસોડમાં જાવેદ તે કહેતો જોવા મળશે કે ફિલ્મ 'રોકસ્ટાર'નું', 'કુન ફાયા કુન'ગીત કેવી રીતે તે જ સમયે લખાયું હતું, કંપોઝ થયું અને ગવાયું હતું.

javed-ali-reveals-fascinating-facts-about-song-kun-faya-kun
સિંગર જાવેદ અલીએ 'રોકસ્ટાર' ફિલ્મના 'કુન ફાયા કુન' વિશે જણાવી રસપ્રદ વાતો
author img

By

Published : Jul 22, 2020, 9:32 PM IST

મુંબઈઃ ઝી ટીવીના લોકપ્રિય રિયાલિટી શો સારેગામાપા લિટલ ચેમ્પ્સના જજ હિમેશ રેશમિયા, જાવેદ અલી અને અલ્કા યાજ્ઞિક જૂની યાદો તાજા કરતા જોવા મળશે અને કારકિર્દીની કેટલીક રસપ્રદ ઘટનાઓને પણ યાદ કરશે.

શોમાં સ્પર્ધક ઝૈદ અલીએ કુન ફાયા કુન ગીત પર પર્ફોમ કર્યું હતું. તરત જ ગીતના મૂળ ગાયક જાવેદ અલીએ તેના રેકોર્ડિંગને લગતી એક રસપ્રદ વાત સંભળાવી હતી.

જાવેદે કહ્યું કે, "અમે આખું ગીત 3 બ્રેક સાથે રેકોર્ડ કર્યું હતું. તે રાત્રે 8 વાગ્યે શરૂ થયું અને બીજા દિવસે સવારે 7 વાગ્યે પૂર્ણ થયું. સાચું કહું તો આ ગીત તૈયાર હતું, પણ અંતરો લખાવાનો બાકી હતો."

જાવેદે આગળ કહ્યું કે, "જ્યારે હું સ્ટુડિયો પહોંચ્યો ત્યારે એ.આર.રહેમાને મને હાથ ધોવા કહ્યું અને ખુદાના સમ્માનમાં માથા પર કપડું ઢાંકવા કહ્યું હતું અને કંઈ પણ ચિંતા ન કરવા કહ્યું. આ સાથે જ ઇર્શાદ કામિલ પણ ગીત લખી રહ્યાં હતા. એ.આર.રહેમાન ગીત કંપોઝ કરી રહ્યાં હતાં અને હું તેને ગાઇ રહ્યો હતો. અમે બધી વસ્તુઓ એક સાથે કરી હતી."

આ પછી, જાવેદ અલીએ પગરખાં ઉતાર્યા અને સ્ટેજ પર આવ્યા હતાં. સ્પર્ધક ઝૈદ સાથે કુન ફાયા કુન ગાયું હતું, જે દરેકે વખાણ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.