ETV Bharat / sitara

મલયાલમ ફિલ્મ હેલનની રિમેક માટે આ રીતે જાહ્નવી કપૂર કરી રહી છે તૈયારીઓ

રુહીમાં ચેલેન્જિંગ ડબલ રોલ કર્યા પછી જાહ્નવી કપૂર અત્યારે અમેરિકામાં વેકેશન માણી રહી છે. સાથે જ તેના પિતા બોની કપૂર હેલન ફિલ્મ બનાવી રહ્યાં છે તેની તૈયારી કરી રહી છે.

હેલન ફિલ્મ માટે મહેનત કરી રહી છે જાહ્નવી કપૂર

author img

By

Published : Mar 31, 2021, 3:26 PM IST

Updated : Mar 31, 2021, 5:33 PM IST

  • હેલન ફિલ્મ માટે મહેનત કરી રહી છે જાહ્નવી કપૂર
  • પિતાએ એક ઇન્ટરવ્યૂમાં આપી માહિતી
  • હેલનના પાત્ર માટે ઠંડીમાં તૈયારી કરી છે જાહ્નવી

હૈદરાબાદ: બૉલીવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર મૂળ મલયાલમ ફિલ્મની હિન્દી રિમેક હેલનમાં જોવા મળશે. જો કે આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે પણ આ ફિલ્મ માટે જાહ્નવી જે રીતે મહેનત કરી રહી છે તે અંગે બોની કપૂરના નિવેદને ચર્ચા જગાવી છે.

ફ્રિઝરમાં લૉક થઇ જાય છે મુખ્યપાત્ર

અગાઉ ચર્ચાએ જોર પકડ્યું હતું કે જાહ્નવી 2019માં મલયાલમ થ્રિલર ફિલ્મની હિન્દી રિમેકમાં કામ કરવા માટે તૈયાર છે. મથ્થુકુટ્ટી ઝેવિયરે મલયાલમ ફિલ્મને ડિરેક્ટ કરી હતી હિન્દી રિમેકને બોની કપૂર ડિરેક્ટ કરશે. થોડા સમયમાં જ જાહ્નવી આ ફિલ્મ માટેની તૈયારીઓ જોરોશોરથી શરૂ કરશે. આ ફિલ્મમાં જાહ્નવી એક પ્રામાણિક કામ કરતી છોકરીનું પાત્ર ભજવશે જે સુપરમાર્કેટના ફ્રિઝરમાં લોક થઇ જાય છે. 22 માર્ચે જાહેર થયેલા નેશનલ ફિલ્મ એવોર્ડમાં મથુકુટ્ટી ઝેવિયર બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરનો એવોર્ડ પણ મળ્યો છે.

વધુ વાંચો: રૂહી પબ્લિક રિવ્યુ: સિનેમા રસિકોમાં આ ફિલ્મને લઈ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો

હેલન માટે જાહ્નવી કરી રહી છે આકરી મહેનત

હેલન ફિલ્મ માનસિક રીતે થકવી નાંખે તેવી તૈયારીઓ માંગે તેવી ફિલ્મ છે. આથી જાહ્નવીએ આ પ્રોજેક્ટ માટે પોતાના ડર અને ઝીરો ડિગ્રી ટેમ્પ્રેચરમાં શારિરીક ક્ષમતા જાળવી રાખવા માટેની તૈયારી રાખવી પડશે. આ ફિલ્મ માટે અભિનેત્રીએ આ તમામ અનુભવ કરવાની શરૂઆત કરી છે. તે શૂન્ય ડિગ્રી ટેમ્પ્રેચરમાં એકલી રહેવાનો પ્રયત્ન કરી રહી છે.

વધુ વાંચો: જાહ્નવી કપૂરાના 2016ના જન્મદિવસ પર શ્રીદેવીએ કરેલી પોસ્ટ થઈ વાઇરલ

ઇન્ટરવ્યૂમાં બોન્ની કપૂરે જણાવ્યું કે

રસપ્રદ વાતએ છે કે આ ફિલ્મના માધ્યમથી જાહ્નવીને તેના પિતા સાથે કામ કરવાની તક મળશે. આ ફિલ્મ અંગે બોન્ની કપૂરે એક વેબ્લોઇડને જણાવ્યું હતું કે આ ફિલ્મ સાથે તેમની દિકરી નાની ઉંમરમાં મુશ્કેલ રોલ ભવી રહી છે. જો જોવામાં એવું લાગશે કે તમામ દ્રશ્યો નકલી છે તો લોકો આ ફિલ્મનો અસ્વિકાર કરશે. આથી આ ફિલ્મ માટે તેમની દિકરીએ ઘણી મહેનત કરવી પડશે.

Last Updated : Mar 31, 2021, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.