ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ કોઈ પણ ખાસ દિનને તેના મસ્તીભર્યા અંદાજ અને તેની ઊર્જાથી ચાર ચાંદ લગાવી દે છે. રણવીર સિંહનો આ અંદાજ ITA 2022 (ITA 2022) માં રાખી સાવંત સાથે જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા (Social Media) પર બન્નેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ મીડિયાની વાતચીત દરમિયાન ગૂફિંગ કરતા જોવા મળે છે.
આ હદ વટાવી રાખીએ રણવીર સિંહ સાથે
રવિવારે રાત્રે, ફિલ્મ અને ટેલિવિઝન સ્ટાર્સ 21માં ભારતીય ટેલિવિઝન એકેડેમી એવોર્ડ્સમાં પહોંચ્યાં હતા. મુંબઈમાં આયોજિત આ ITA 2022 એવોર્ડ્સની રેડ કાર્પેટ પર, જ્યારે રણવીર અને રાખી મળ્યાં ત્યારે બન્ને ખુબ ઉત્સાહ સાથે જોવા મળ્યા હતાં. આ બાદ રાખી અને રણવીરે 'તાતડ તાતડ હૂકસ્ટેપ' પણ કર્યું હતું. આ એવોર્ડમાં અંદર જતા પહેલા રણબીર સિંહ અને રાખી સાવંતનું એટલુ ગાંડપણ જોવા મળ્યુ હતું કે, બન્ને મસ્તી કરતા કરતા રાખીએ, રણવીર સિંહને ઉંચકી લીધો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: saba azad sings begali song: રૂમર્ડ લેડી લવ સબા આઝાદની હૃતિક રોશને કરી આ અંદાજમાં પ્રશંસા
જાણો આ એવાર્ડની ખાસિયત વિશે
જણાવીએ કે, ITA એવોર્ડ્સ એ ભારતીય ટેલિવિઝન એકેડેમી દ્વારા ભારતીય ટેલિવિઝનની શ્રેષ્ઠતાને માન આપવા માટે આયોજિત વાર્ષિક કાર્યક્રમ છે. રણવીરને ફિલ્મ કેટેગરીમાં પોપ્યુલર એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. એવોર્ડ ગાલામાં વાણી કપૂર, આલિયા ભટ્ટ કરણ જોહર, હિના ખાન, રશ્મિ દેસાઈ અને અન્ય ઘણા લોકો પણ હાજર હતા.
આ પણ વાંચો: Anupam Kher 67nth Birthday: અનુપમ ખેરે શેર કરી તસવીર, ફેન્સે કહ્યું....