મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ સોશિયલ મીડિયા ટ્રોલિંગથી બચવા માટે થોડા મહિનાઓ પહેલા 'સો પૉઝિટિવ'ની નવી પહેલ શરૂ કરી હતી.
હવે આની પ્રેરણા લઈને ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ પર પણ ટ્રોલથી બચવા માટે નવી સુવિધાઓ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. નવી સુવિધા લોકોને ટ્રોલ્સ દ્વારા કરવામાં આવેલી કમેન્ટને ડીલિટ કરશે, જે પ્લેટફોર્મ પર પૉઝિટિવ વાતાવરણ બનાવશે.
અનન્યાએ તેના સોશ્યિલ મીડિયા હેન્ડલ પર આ વિશેની માહિતી પણ શેર કરી હતી અને લખ્યું હતું કે 'હું ઇન્સ્ટાગ્રામની નવી સુવિધાથી ખૂબ જ ખુશ છું, તે ચોક્કસપણે અમારા સો પૉઝિટિવ ઉદેશ્યને મદદ કરશે.'