મુંબઈ: બોલીવુડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રુઝને લોકડાઉનના આ દિવસોમાં દરિયા કિનારાની યાદ આવી રહી છે. ઇલિયાનાએ તેની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે વ્હાઇટ કટ આઉટ સ્વિમસ્યુટમાં જોવા મળી રહી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
તેની આ તસવીર સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું કે, 'મને બીચની યાદ આવી રહી છે.' આ સાથે, તેમણે પ્રખ્યાત ફોટોગ્રાફર કોલ્સ્ટન જુલિયનને પણ ટેગ કર્યા છે જેમણે આ તસવીર ક્વીક કરી હતી.
ઈલિયાનાએ ઇંસ્ટાગ્રામ સ્ટોરીઝમાં કેટલીક વધુ તસવીરો પણ શેર કરી, જેમાં એક વાઇન ગ્લાસની પણ તસવીર છે, જેમાં તેણે લખ્યું છે, 'પોતાના માટે થોડો સમય.'
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ઈલિયાનાએ હાલમાં જ તેની માતા સમિરા ડિક્રુઝ સાથે પોતાની એક તસવીર શેર કરી હતી, જેમાં તે તેને ગળે લગાવેલી જોવા મળી રહી છે.