મુંબઇ : બૉલીવુડ રેપર બાદશાહનું તાજેતરમાં જ 'ગેંદા ફુલ ' ગીત રીલિઝ થયું છે. જે ગીતમાં બંગાળી ગીત 'બોડોલોકર બિટ્ટી લો' પંકિતનો ઉપયોગ કર્યો છે. જેને લઈ વિવાદ ઉભો થયો છે. બંગાળી લોકગાયક રતન કહારે બાદશાહ પર આ બંગાળી ગીતની લાઈન ચોરવાનો આક્ષેપ કર્યો છે.
બોલિવૂડના પ્રખ્યાત રેપર બાદશાહના તાજેતરના ગીતને કારણે વિવાદ ઉભો થયો છે. બંગાળી લોકગાયક રતન કહાર દ્વારા નિર્મિત બંગાળી ગીત 'બોડોલોકર બિટ્ટી લો'ની પંકિતનો ઉપયોગ બાદશાહે પોતાના ગીતમાં કર્યો હોવાથી તેમણે બાદશાહ પર ચોરીનો આક્ષેેપ લગાવ્યો છે. કારણ કે આ પંક્તિ માટે રતન કહાર પાસેથી પરવાનગી લેવામાં આવી નથી કે નથી તો આ મુદ્દ તેમની સાથે આ મુદ્દ કંઈ વાત થઈ.
બાદશાહ પર આરોપ લાગતા તેમણે જણાવ્યું કે, તે આ પંક્તિના વાસ્તવિક નિર્માતાને શ્રેય આપવા માગતા હતા, પરંતુ તેમની સાથે સંપર્ક થઈ શક્યો નહી. આ અંગે રતલ કહારે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, તે પણ બાદશાહને મળવા માગે છે. તેમજ તેમની પાસેથી આર્થિક મદદ પણ લેવા ઈચ્છે છે.
રતન કહારે કહ્યું કે, ' હું ખુશ છું કે તેમના જેવા પ્રખ્યાત કલાકારે મારા ગીતનો ઉપયોગ કર્યો અને મને મદદ માટે ઈચ્છા પણ વ્યકત કરી. મને આશા છે કે બાદશાહ મારી મદદ કરશે, મને તેમની પાસેથી આર્થિક મદદની પણ આશા છે. હું હાલ ગરીબીમાં જીવી રહ્યો છું. તેમની પાસેથી મદદ લઈ મને ખુશી થશે. '