- દિવંગત અભિનેત્રી ચિત્રાના પતિની પોલીસે કરી ધરપકડ
- અભિનેત્રી ચિત્રાના પોસ્ટમોર્ટમ બાદ પોલીસે પુષ્ટિ કરી
- માતા અને પતિ દ્વારા બનાવવામાં આવેલા દબાણને કારણે કરી આત્મહત્યા
ચેન્નઇઃ તમિલ ટેલીવિઝનની લોકપ્રિય અદાકારા ચિત્રા આત્મહત્યા કેસ મામલે પોલીસે અભિનેત્રીના પતિ હેમંતની ધરપકડ કરી છે. પોસ્ટમોર્ટમ બાદ પોલીસે પુષ્ટિ કરી છે કે, અભિનેત્રીની માતા અને પતિ દ્વારા બનાવવામાં આવેલા દબાણને કારણે તેમણે આત્મહત્યા કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હેમંતને ટેલીવિઝનના એપિસોડમાં અભિનેત્રી દ્વારા કરવામાં આવેલા અંતરંગ દ્રશ્યોથી મુશ્કેલી હતી.
અન્ય અભિનેતા અને અભિનેત્રીઓની પોલીસે પૂછપરછ કરી હતી.
શું છે સમગ્ર મામલો?
તમિલ ટેલીવિઝનની લોકપ્રિય અદાકારા ચિત્રા બુધવારે હોટલના એક રુમમાં મૃત મળી આવી હતી અને શંકા છે કે, તેણીએ આત્મહત્યા કરી છે.
તેમણે જણાવ્યું કે, તમિલનાડુમાં નાના પડદાની ચર્ચિત અભિનેત્રી ચિત્રા (29) ઉપનગર નજરથપેટમાં એક હોટલના રુમમાંથી મૃત મળી આવી હતી. તેમનો મૃતદેહ ફંદાથી લટકેલી હાલતમાં મળ્યો હતો.
નજીનકના સ્થાને શૂટિંગ બાદ ચિત્રા બેંગ્લુરૂ બાયપાસની એક હોટલમાં પહોંચી હતી અને જણાવ્યું હતું કે, તે સ્નાન કર્યા બાદ બહાર આવી જશે. પતિ રુમમાં તેની રાહ જોઇ રહ્યો હતો.
આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે
અધિકારીએ જણાવ્યું કે, ઘણા સમય સુધી ચિત્રા બહાર ન આવતા વ્યક્તિએ દરવાજો ખખડાવ્યો હતો. જવાબ ન મળતા તેને હોટલના કર્મચારીને સવારના ત્રણ કલાકે આ સૂચના આપી હતી. તે વ્યક્તિની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે વધુ તપાસ શરૂ છે.
ટીવી શો 'પાંડિયન સ્ટોર્સ'માં મુલ્લઇના પાત્રથી ચિત્રા લોકપ્રિય થઇ હતી.