મુંબઈ: સુપર સ્ટાર ઋતિક રોશને પોતાના કરિયરમાં ઘણા એક્શન સીન કર્યા છે, પરંતુ અભિનેતાને અત્યારસુધી સ્ક્રીન પર પોલીસ ઑફિસરનો રોલ ભજવવાની તક મળી નથી. પરંતુ હવે અભિનેતા ઈચ્છે છે કે, રાઇટર તેમના માટે પોલીસ ઑફિસરનું પાત્ર લખે.
મુંબઈ પોલીસના પ્રયાસોની પ્રસંસા કરીને ઋતિકે કહ્યું કે, મુંબઈ રહેવા માટેના શ્રેષ્ઠ શહેરોમાનું એક છે અને આનો શ્રેય મુંબઈ પોલીસને આપવામાં આવે છે. હું ગત વર્ષે ઉમંગ 2019માં ભાગ લઇ શક્યો નહોતો, પરંતુ આ વર્ષે મેં નક્કી કર્યું કે હું અહીંયા આવું. હું આપણા પોલીસ કર્મચારીઓ માટે સ્ટેજ પર પરર્ફોર્મ કરીને ખૂબ ખુશ છું. પોલીસ કર્મચારીઓ આપણા માટે દિવસ-રાત કામ કરે છે.
ત્યારબાદ અભિનેતાએ પોતાના ડ્રીમ રોલ અંગે ચર્ચા કરી, જે તેઓ સ્ક્રીન પર કરવા માટે ઉત્સુક છે.
અભિનેતાએ ઉમંગ: મુંબઈ પોલીસ વેલફેર ફંડ સમારોહમાં કહ્યું, મેં મારા જીવન કાળ દરમિયાન તમામ પ્રકારના રોલ નિભાવ્યા છે. પરંતુ, મને કોઈ પોલીસ કર્મચારીનો રોલ નિભાવવાની તક મળી નથી. હું ડાયરેક્ટરને વિનંતી કરીશ કે મારા માટે પોલીસ કર્મચારીનું કેરેક્ટર લખે કારણ કે, આ મારી જીંદગીનું સૌથી અધરૂં પાત્ર હશે. હું જાણું છું કે, હું આ પાત્રને મારા જીવનનું શ્રેષ્ઠ પાત્ર બનાવીશ. ઉલ્લેખનીય છે કે, 'ઉમંગ 2020' આવનારા ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરીના રોજ ટીવી પર પ્રસારિત થશે.