મુંબઇ: વર્ષ 2019માં અભિનેતા હૃતિક રોશને 'સુપર-30' અને 'વૉર' જેવી બે સફળ ફિલ્મો આપી હતી. જે બાદ તેણે તરત 'કોઇ મિલ ગયા' ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મ ક્રિશ-4 ની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
ફિલ્મ નિર્માતા રાકેશ રોશને જાહેરાત કરી હતી કે, તેઓ ક્રિશ-4 બનાવી રહ્યા છે અને તેની સ્ક્રિપ્ટ પર કામ ચાલુ છે. તે વખતે એવી વાતો પણ સામે આવી હતી કે હૃતિક ડબલ રોલમાં જોવા મળશે. પરંતુ હાલની રીપોર્ટસ મુજબ હૃતિક આ ફિલ્મમાં ચાર પાત્રો ભજવશે.
આ ફિલ્મનું પ્રિ પ્રોડક્શન શરૂ થઇ ગયું છે અને ફિલ્મના મેકર્સ ફિલ્મનો એક ભાગ વિદેશમાં શૂટ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ફિલ્મની વાર્તા પણ પુરી થઈ ગઈ છે.
જો કે, આ ફિલ્મમાં હૃતિક સાથે અભિનેત્રી તરીકે કોણ હશે તે મામલે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ફિલ્મ 2021 સુધીમાં ફ્લોર પર જાય તેવી શક્યતાઓ છે.