- એક્ટર-ડિરેક્ટર બન્નેએ એકબીજાની ઓફર નકારી
- દીપિકા નહીં કરે ભણસાલીનું આઈટમ સોંગ
- ભણસાલીનો ડ્રીમ પ્રોજેક્ટ બૈજુ બાવરા બનશે કે નહિં?
મુંબઈ: ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી અને તેની ત્રણ બ્લોકબસ્ટર ફિલ્મોની લીડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ દેખીતી રીતે જ એક તરફનો પ્રયાસ કરી રહી છે. અભિનેત્રી અને ફિલ્મ નિર્માતાની જોડીએ હવે સાથે કામ કરવાનું બંધ કર્યૂ હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલો અનુસાર, આ તમામની શરૂઆત ત્યારે થઈ જ્યારે સંજય લીલા ભણસાલી તેની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે દીપિકાને નહીં પણ આલિયા ભટ્ટ પર પસંદગી ઉતારી. બાદમાં, જ્યારે ફિલ્મ નિર્માતાએ દીપિકાના આગામી પ્રોજેક્ટ દ્રૌપદીને મદદ કરવાનું નકારી દીધું ત્યારે બન્ને વચ્ચેની કથિત કોલ્ડ વોર વધુ તીવ્ર બન્યું.
આ પણ વાંચો:કોર્ટે સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટને 'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે સમન્સ મોકલ્યું
દીપિકાએ વિશાલ ભારદ્વાજ પર પસંદગી ઉતારી
જો કે, દીપિકાના પ્રોજેક્ટ દ્રૌપદીની ઘોષણા 2019માં કરવામાં આવી હતી. નિર્માતાઓને હજી સુધી કોઈ દિગ્દર્શક મળ્યા નથી, જે આ મહાકાવ્યને ન્યાય આપી શકે. તેને માટે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા વિશાલ ભારદ્વાજનું નામ સામે આવી રહ્યું હતું, પરંતુ તેની સાથે પણ વાત આગળ વધી શકી નહીં. આથી દીપિકાને લાગ્યું કે, ભણસાલી આ પ્રોજેક્ટ માટે શ્રેષ્ઠ પસંદગી હશે અને તેમને ફિલ્મની ઓફર કરી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ફિલ્મ નિર્માતાએ નમ્રતાપૂર્વક આ ઓફરને નકારી દીધી, કારણ કે તેમણે ગંગુબાઈ કાઠિયાવાડી, હીરા મંડી અને બૈજુ બાવરા જેવા તેમના પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કર્યું હતું.
આ પણ વાંચો:ભણસાલીની 'ગંગુબાઈ કાઠિયાવાડી'માંથી રોમેન્ટિક દ્રશ્યો દૂર કરાયા
ઓફર નકારવા પર જામ્યું કોલ્ડ વોર
સંજય લીલા ભણસાલીએ ગંગુબાઈ કાઠિયાવાડીમાં દીપિકાને ડાન્સ નંબરની ઓફર કરી હતી. જો કે, અભિનેત્રીએ આ ઓફર નકારી દીધી હતી. એટલું જ નહીં, જ્યારે સંજય લીલા ભણસાલીએ ફરી એક વાર હિરા મંડીમાં મુખ્ય ભૂમિકા માટે અથવા વેબ શોમાં ડાન્સ નંબર માટે દીપિકાનો સંપર્ક કર્યો ત્યારે પણ તેણે ના પાડી. આ કોલ્ડ વોરને જોતા સંજય લીલા ભણસાલીનો રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને દીપિકા સાથેનો ડ્રીમ પ્રોજેક્ટ બૈજુ બાવરા શક્ય બનશે કે નહીં તે જોવું રહ્યું.