- ઉર્વશીએ ઈન્સ્ટાગ્રામ પર મડ બાથ લેતો ફોટો કર્યો શેર
- ઉર્વશીએ પોતાની ત્વચા અંગે ખોલ્યું રહસ્ય
- ઉર્વશીએ ફોટાના કેપ્શનમાં મડ બાથ અંગે કહી વિગતો
આ પણ વાંચો- મહારાષ્ટ્રમાંથી અભિનેત્રી નાયરા શાહ ડ્રગ્સ સાથે ઝડપાઈ
અમદાવાદઃ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા અવારનવાર પોતાના ફોટોઝ અને વીડિયોથી સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એક વાર ઉર્વશી ચર્ચામાં આવી છે. જોકે, આ વખતે તેણે મડ થેરાપી લેતા એક ફોટો શેર કર્યો છે. ઉર્વશીએ ઈન્ટાગ્રામ પર શેર કરેલા ફોટોમાં કેપ્શન લખ્યું હતું, જેમાં તેણે જણાવ્યું હતું કે, તે ફિટ અને રિલેક્સ રહેવા માટે મડ થેરાપીનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે આ થેરાપીમાં મડ બાથનું ખાસ મહત્વ છે. ઉર્વશીએ વધુમાં લખ્યું હતું કે, મડ બાથથી તેની ત્વચા સારી રહે છે.
આ પણ વાંચો- 'તારક મહેતા...' સિરીયલની 'દયાબેન' દિશાનો બેકલેસ ચોલીમાં કરેલો ડાન્સ તમે જોયો કે નહીં?
પોતાના ફોટોઝ-વીડિયોથી ફેન્સના સંપર્કમાં રહે છે ઉર્વશી
ઉર્વશીએ તાજેતરમાં જ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં એક વ્યક્તિ તેના પેટ પર મુક્કા મારી રહ્યો છે. જોકે, તે વીડિયો પણ ખૂબ જ વાઈરલ થયો હતો. આમ, ઉર્વશી સતત પોતાના ફેન્સ માટે નવા નવા ફોટોઝ-વીડિયો અપલોડ કરે છે.