હૈદરાબાદ: 9માં એકેડેમી એવોર્ડ્સ માટે આ વર્ષના નોમિનેશનની (Oscar 2022) જાહેરાત કરી દેવામાં આવી છે. આ વર્ષે 'રાઈટીંગ વિથ ફાયર' (Writing With Fire) ભારતમાંથી ડોક્યુમેન્ટરી કેટેગરીમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. 'રાઈટીંગ વિથ ફાયર' એકમાત્ર ભારતીય ફિલ્મ છે જેને આ વર્ષના ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે. જાણો સામાજિક-ગુનાહિત અભિગમ પર બનેલી ફિલ્મ 'જય ભીમ' (Film Jay Bhim) પર કેવી રીતે ડોક્યુમેન્ટ્રી 'રાઈટીંગ વિથ ફાયર' (Writing With Fire story) જેણે રાતોરાત હેડલાઈન્સ બનાવી.
જાણો આ ફિલ્મ સાથે કોણ છે સ્પર્ધામાં
ઓસ્કાર નોમિનેશન 2022ની રેસમાં 'રાઈટીંગ વિથ ફાયર' સાથે એસેન્શન, એટિકા, ફ્લી અને સમર ઓફ સોલ પણ સ્પર્ધામાં છે. ડોક્યુમેન્ટ્રી 'રાઈટીંગ વિથ ફાયર'નું નિર્દેશન રિન્ટુ થોમસ અને સુષ્મિત ઘોષે કર્યું છે. 'રાઈટીંગ વિથ ફાયર'ની કહાની દલિત મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા અખબાર 'ખબર લહરિયા' પર આધારિત છે.
આ પણ વાંચો: Oscar Award 2022: આ વર્ષે ભારતની આ ફિલ્મે મેળવ્યું ઓસ્કરમાં સ્થાન
જાણો ફિલ્મ વિશે
'રાઈટીંગ વિથ ફાયર' 2021 પ્રિન્ટ મીડિયાથી ડિજિટલ મીડિયા સુધીની 'ખબર લહરિયા'ની સફરને દર્શાવે છે. અખબારના માધ્યમથી આ મહિલા પત્રકારો સમાજમાં પ્રવર્તતી પિતૃસત્તાની પ્રથા પર સવાલ ઉઠાવે છે. આ મામલે પોલીસ દળ કેમ નિર્બલ અને અસમર્થ છે, તેના પર તપાસ કરવામાં આવે છે. સાથે જ અખબારના માધ્યમથી તે જાતિવાદના ભેદભાવથી લોકોને જે પીડાનો સામનો કરવો પડે છે, તે પણ સામે લાવે છે. ડોક્યુમેન્ટ્રીમાં તેનો સંઘર્ષ સાફ છલકાય રહ્યો છે કે, કેવી રીતે આ દલિત મહિલાઓને એકવાર અખબાર ચલાવવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડે છે. આટલા ચેલેન્જ વચ્ચે દલિત મહિલાઓ પોતાને સમાજમાં સ્થાપિત કરવા અને તેની આગળ વધવાની કહાની બેહદ રોમાચિંત છે.
સુપરહિટ ફિલ્મ 'જય ભીમ'એ રાતોરાત ફેમસ
તમિલ સિનેમાની સુપરહિટ ફિલ્મ 'જય ભીમ'એ રાતોરાત ફેમસ થઇ ગઇ હતી. ટી. ડે ગન્નાવલ દ્વારા નિર્દેશિત અને અભિનેતા સૂર્યા અભિનીત ફિલ્મ 'જય ભીમ'એ પોલીસ પ્રશાસનની ગુનાહિત પ્રકૃતિની છવિને સામે લાવી રાખી દીધી હતી. જય ભીમ વર્ષ 1993માં તમિલનાડુમાં બનેલી એક સત્ય ઘટના પર આધારિત છે. આ ઘટનાની સુનાવણી વર્ષ 2006માં મદ્રાસ હાઈકોર્ટે કરી હતી. આવો જાણીએ શું છે ફિલ્મની કહાની.
આઝાદી પહેલા આદિવાસી સમુદાય ગુનાહિત જનજાતિની શ્રેણીમાં
તમિલનાડુનું એક ગામ મુદાની, જ્યાં કુરવા આદિવાસી સમુદાયના ચાર પરિવારો રહેતા હતા. કહેવાય છે કે આઝાદી પહેલા પણ આ સમુદાયને ગુનાહિત જનજાતિની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ ગામમાં રાજકન્નુ અને તેની પત્ની સેંગાઈ આ સમુદાયના હતા. 20 માર્ચ 1993ના રોજ પોલીસ સેંગાઈના ઘરે પહોંચી અને તેના પતિ રાજકન્નુના સરનામા વિશે પૂછપરછ કરી. સેંગાઈ પોલીસને કહે છે કે તે કામ પર ગયો છે, જ્યારે સેંગાઈ પોલીસ આવવાનું કારણ પૂછે છે, ત્યારે તેઓ કહે છે કે ગામમાં ચોરી થઈ છે અને તેનો પતિ ફરાર છે.
આ કેસમાં સેંગાઈને 13 વર્ષ પછી ન્યાય મળ્યો
પોલીસ રાજકન્નુને શોધી કાઢે છે અને તેની ઘરપકડ કરી લે છે. પોલીસ સેંગાઈની સામે જ રાજકન્નુ પર એટલા અત્યાચાર કરે છે કે રાજકન્નુ દમ તોડી નાંખે છે, ત્યારબાદ સેંગાઈ ચેન્નાઈના વકીલ ચંદ્રુને ન્યાય માટે તેની આપવિતી જણાવે છે. ચંદ્રુ આ કેસના તળિયે જાય છે અને દોષિત પોલીસકર્મીઓને જ સજા અપાવે છે, જેમણે રાજકન્નુને ચોરીના ખોટા આરોપમાં ફસાવી અને તેને કસ્ટડીમાં લઇ એટલો માર્યો કે તે મૃત્યુ પામ્યો હતો, ત્યારબાદ આ કેસને દબાવી દીધો હતો. આ કેસમાં સેંગાઈને 13 વર્ષ પછી ન્યાય મળ્યો. 2006માં મદ્રાસ હાઈકોર્ટે આ કેસમાં પાંચ પોલીસકર્મીઓને સજા સંભળાવી હતી.
આ પણ વાંચો: FILM GEHRAIYAAN RELEASE DATE: ગહેરિયાં પ્રમોશનની તસવીરો થઇ શેર, જૂઓ તસવીરો