ETV Bharat / sitara

Holi Festival 2022: પ્રિયંકા ચોપરાએ આ રોમેન્ટીક રીતે નિક જોનસ સાથે હોલી કરી સેલિબ્રેટ - હોળીના તહેવારને પ્રિયંકા ચોપરાએ પણ કઇક ખાસ રીતે સેલિબ્રેટ કર્યો

પ્રિયંકા ચોપરાએ હોળીના તહેવાર (Holi Festival 2022) ની ધામધૂમપૂર્વક તેના ધર લોસ એન્જલસ ખાતે પતિ નિક જોનસ સાથે ઉજવણી કરી હતી. જેની તસવીરો પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Priyanka chopara Instagram Account) પર શેર કરી છે.

Holi Festival 2022: પ્રિયંકા ચોપરાએ આ રોમેન્ટીક રીતે નિક જોનસ સાથે હોલી કરી સેલિબ્રેટ

author img

By

Published : Mar 19, 2022, 12:38 PM IST

ન્યૂઝ ડેસ્ક: 2 વર્ષ બાદ ગઇકાલ 18 માર્ચે વિશ્વભરમાં હોળી (Holi Festival 2022) ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે લોકો 2 વર્ષથી એક પણ તહેવાર સેલિબ્રેટ કરી શકતા ન હતાં. આ સંજોગોમાં આ વર્ષે લોકો ભાનભુલી આ રંગોના તહેવારને આનંદ ઉલ્લાસથી વધાવ્યો અને ધામઘૂમથી ઉજવ્યો પણ હતો, ત્યારે આ હોળીના તહેવારને પ્રિયંકા ચોપરાએ પણ કઇક ખાસ રીતે સેલિબ્રેટ કર્યો (Priyanka Chopara Celebrate Holi Festival) છે. જેની તસવીર અને વીડિયો તેને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ (Priyanka chopara Instagram Account) પર શેર કરી છે.

આ પણ વાંચો: TorbaaZ Director Girish Malik Son Manan Dies: ફિલ્મ 'તોરબાઝ'ના ડાયરેક્ટર ગિરીશ મલિકના પુત્રના મોતથી સંજય દત્ત આઘાતમાં

વીડિયોમાં પ્રિયંકા ચોપરા કંઇક આવુ કરતી નજર આવી: ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ 18 માર્ચ શુક્રવારના રોજ લોસ એન્જલસ ખાતે તેના પતિ નિક જોનસ, પરિવાર અને મિત્રો સાથે રંગોના તહેવારની આનંદ-ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. આ દરમિયાન પ્રિયંકાએ તેમની હોળી પાર્ટીમાંથી એક વિડિયો કેપ્ચર કર્યો હતો. સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં પ્રિયંકા ખુબ જ રોમેન્ટિક રીતે નિકને રંગ લગાવતી જોવા મળે છે. આ સાથે જ પાણીના ફુગ્ગા ફેંકવા અને પિચકારીનો ઉપયોગ કરી પ્રિયંકાએ અમેરિકામાં ભારતીય રીત પ્રમાણે આ તહેવારની ઉજવણી કરી હતી.

Holi Festival 2022: પ્રિયંકા ચોપરાએ આ રોમેન્ટીક રીતે નિક જોનસ સાથે હોલી કરી સેલિબ્રેટ
Holi Festival 2022: પ્રિયંકા ચોપરાએ આ રોમેન્ટીક રીતે નિક જોનસ સાથે હોલી કરી સેલિબ્રેટ

પ્રિયંકા આ ફિલ્મોમાં આવશે નજર: પ્રિયંકા ચોપરા છેલ્લે સાય-ફાઇ એક્શન ફિલ્મ 'ધ મેટ્રિક્સ રિસર્ક્શન્સ'માં જોવા મળી હતી. તાજેતરમાં પ્રિયંકાએ થ્રિલર શ્રેણી 'સિટાડેલ'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ઉપરાંત, પ્રિયંકા એક્શન ફિલ્મ 'એન્ડિંગ થિંગ્સ'માં એન્થોની મેકી સાથે કામ કરવા માટે તૈયાર છે, જ્યારે બોલિવૂડમાં, તે આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે ફરહાન અખ્તરની ફિલ્મ' જી લે ઝારા'માં જોવા મળશે.

આ પણ વાંચો: અનન્યા, આલિયા અને શનાયાનો કાતિલ અંદાજ, જૂઓ તસવીરોમાં કોણ કોને કેટલી ટક્કર આપે છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.