મુંબઈ: અભિનેત્રી હિના ખાનના ઈન્સ્ટાગ્રામ ફૉલોઅર્સની સંખ્યા વધીને 80 લાખ સુધી પહોંચી ગઈ છે. ત્યારે આ ખાસ પ્રસંગને તે ચોકલેટ કેક કાપીને ઉજવતી જોવા મળી હતી.
સોશિયલ મીડિયા હેન્ડલ પર તેણે તસ્વીર શેર કરી આ વિશે માહિતી આપી હતી જેમાં તે ચોકલેટ કેક સાથે જોવા મળી રહી છે જેના પર લખ્યું છે, ‘અભિનંદન.. 8 મિલિયન.’
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
હિનાએ આગળ લખ્યું, “ 8 મિલિયન! આપણો પરિવાર વધી રહ્યો છે અને તમારા સૌ પ્રત્યેનો મારો પ્રેમ પણ વધી રહ્યો છે. હું ખૂબ જ વિનમ્ર અને કૃતજ્ઞ છું. એ તમામ લોકોનો આભાર કે જેમણે મારી સાથે શરૂઆત કરી આ લાંબી યાત્રામાં મને સાથ આપ્યો.”
ઉલ્લેખનીય છે કે હિનાએ વર્ષ 2009 માં 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' સિરીયલ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જેણે તેને ખૂબ પ્રસિદ્ધિ અપાવી હતી. ત્યારબાદ તે ‘કસૌટી ઝીંદગી કે’, 'ખતરો કે ખિલાડી', 'બિગ બોસ' માં જોવા મળી હતી.