હૈદરાબાદઃ સાઉથ સુપરસ્ટાર પ્રભાસે 'ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ'નો સ્વીકાર કર્યો હતો અને ટીઆરએસના એમપીની સાથે વૃક્ષારોપણ કર્યું હતું. આ દરમિયાનના ફોટાઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઇ રહ્યા છે.
આ ચેલેન્જ પ્રભાસને તેના કાકા કૃષ્ણમ રાજૂએ આપ્યો હતો. જેનો સ્વીકાર કરતા અભિનેતાએ પોતાના ઘરની પાછળ વૃક્ષારોપણ કર્યું હતું.
ગુરૂવારે બાહુબલી અભિનેતાએ ટીઆરએસ રાજ્યસભા સભ્ય જે સંતોષ કુમારની સાથે 'ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ' હેઠળ વૃક્ષો રોપ્યા હતા.
અભિનેતા દ્વારા પોતાના ફેસબુક પેજ પર શેર કરેલા ફોટાએ સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી હતી. જે બાદ સોશિયલ મીડિયા પર હૈશટેગ પ્રભાસ ટ્રેન્ડ પર હતું.
આ સાથે જ અભિનેતાએ પોતાના પ્રશંસકોને ફિટ રહેવા માટે પણ પ્રેરિત કર્યા હતા.
આ ફોટાઓ શેર કરતા પ્રભાસે લખ્યું કે, 'મેં કૃષ્ણમ રાજૂએ આપેલા 'ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ'નો સ્વીકાર કર્યો છે, કારણ કે, હરા હૈ તો ભ રા હૈ... મેં 3 વૃક્ષો રોપ્યા છે અને આગળ રામચરણ, રાણા દગ્ગુબત્તી અને શ્રદ્ધા કપૂરને પણ આમ કરવા ચેલેન્જ આપુ છું. આવો 2022 સુધી હરિત ભારત માટે શ્રૃખંલા બનાવીએ. આ અવસર પર 'ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ'ને ઉદ્ધાટન કરવાનો અવસર આપવા માટે સંતોષ કુમાર જોગિનીપલ્લીનો વિશેષ આભાર.'
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો 40 વર્ષીય અભિનેતા બીજીવાર કેકે રાધા કૃષ્ણા કુમાર નિર્દેશિત ફિલ્મમાં જોવા મળશે. જેનું ટાઇટલ અસ્થાયી રુપે પ્રબાસ 20 હશે. આ ફિલ્મમાં પૂજા હેગડે પણ પ્રભાસની સાથે મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
આ ઉપરાંત પ્રભાસ નાગ અશ્વિનની ફિલ્મમાં પણ જોવા મળશે.