આ સીરીઝનું ડાયરેક્શન લિંબુ દાસગુપ્તા કરી રહ્યા છે. આ સીરીઝનું નિર્દેશન ગૌરવ વર્મા કરી રહ્યા છે. શાહરૂખ ખાનના પ્રોજક્શન હાઉસ રેજ ચિલ્લી દ્વવારા આ સીરીઝનું નિર્દશન કરવામાં આવી રહ્યું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
વેલ સીરીઝ બ્રેડ ઑફ બ્લડ વર્ષ 2015માં આવેલ ભારતીય નવલકથા પર આધારિત છે. આ નવલકથાના લેખક બિલાલ સિદ્દીકી છે. તેમણે આ નવલકથા 20 વર્ષની ઉંમરમાં પોતાના કૉલેજ દિવસો દરમિયાન લખેલી છે. આ નવલકથાને પેન્ગુઈને પ્રકાશિત કરી છે. વર્ષ 2017માં આ નવલકથા પર વેબ સીરીઝ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જાહેરાત કરવામાં આવી કે, નેટફ્લિક્સ પર આ સીરીઝના 8 એપિસોડ બનાવવામાં આવશે. ઈમરાન હાશમી સિવાય આ સીરીઝમાં વિનિત કુમાર સિંહ, શાંશક અરોડા જેવા અભિનેતાઓ જોવા મળશે.
ઈમરાન હાશ્મી આ પહેલા કોઈ પણ વેબ સીરીઝમાં જોવા આવ્યા નથી. આ સીરીઝમાં ઈમરાન હાશમી પ્રથમ વખત જોવા મળશે. હવે જોવાનું રહ્યું કે, ફિલ્મો બાદ ઈમરાનને વેબ સીરીઝમાં કેટલો પસંદ કરવામાં આવે છે.
ઈમરાન હાશ્મી છેલ્લે ફિલ્મ ચીટ ઈન્ડિયામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મે વધુ કમાણી નહોતી કરી, પરંતુ આ ફિલ્મ દર્શકોને ઘણી પસંદ આવી હતી. ઈમરાનની આવનારી ફિલ્મ અમિતાભ બચ્ચન સાથે છે. હાલ ઈમરાનની દર્શકો વેબ સીરીઝ જોવા માટે વધુ આતુર છે. કારણ કે, પ્રથમ વખત ઈમરાન વેબ સીરીઝમાં જોવા મળશે.