મુંબઈઃ બૉલીવુડ અભિનેત્રી અને યુવા આયકન અનન્યા પાંડે અને આંતરરાષ્ટ્રીય ગાયક અને 'ધ વેમ્પ્સ'ના ગિટારવાદક જેમ્સ મેકવે સોશિયલ મીડિયા બુલિંગ સામે જાગૃતિ લાવવા માટે 'સો પોઝિટિવ' સેશનમાં વાત કરશે. ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સેશનમાં અનન્યા અને જેમ્સ સોશિયલ મીડિયા બુલિંગ સામે જાગૃતતા લાવવાના પ્રયાસો કરશે.
અનન્યાએ કહ્યું કે સોશિયલ મીડિયા બુલિંગ એક ખરાબ બાબત છે, જેનો સામનો લોકો રોજ પોતાની રોજિંદા જીંદગીમાં કરતા હોય છે.
અભિનેત્રી અનન્યાએ આ અંગે વધુમાં કહ્યુ કે, ' સો પોઝિટિવ કાર્યક્રમ દ્વારા અલગ અલગ રીતે જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમારો હેતુ દરેક દિશામાં સકારાત્મક પ્રસાર કરી સોશિયલ મીડિયા બુલિંગને અટકાવવાનો છે. હું વાસ્તવમાં આ મુ્દા પર જેમ્સ સાથે વાતચીત કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહી છું. '
જ્યારે મેકવેએ આ અંગે કહ્યું કે, 'આ મુશ્કેલ સમયમાં આપણે પહેલા કરતાં પણ વધારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે હું બુલિંગનો શિકાર બન્યો હતો, ત્યારે હું ખુદને ખુબ જ એકલો મહેસુસ કરી રહ્યો હતો. તમે કયાં રહો છો અને તમારુ બેકગ્રાઉન્ડ કેવું છે તેના કરતાં તે યાદ રાખવું જરુરી છે કે તમે ક્યારેય ખુદને એકલા મહેસુસ ન કરવા જોઈએ.'
8 મે ના રોજ ઈન્સ્ટાગ્રામ પર અનન્યા અને જેમ્સ સોશિયલ મીડિયા બુલિંગ પર લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરશે.