મુંબઇ: કોરોનાવાઇરસ ફાટી નીકળવાના કારણે લોકડાઉન વચ્ચે અભિનેતા વિક્કી કૌશલ સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથેની એક ચેટમાં સામેલ થયા હતા. ત્યારે આ દરમિયાન તેણે તેના ચાહકો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનોના જવાબ આપ્યા હતા. તેના એક ચાહકે તેના પ્રથમ ક્રશ વિશે પૂછ્યું હતું. જેના જવાબમાં વિક્કીએ કહ્યું કે, તેનો પ્રથમ ક્રશ બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દિક્ષિત હતી.
વિક્કીએ બુધવારે તેના પ્રશંસકોને એક સવાલ-જવાબ રમતમાં તેના ચાહકો દ્વારા પૂછવામાં આવેલા તમામ સવાલોનો જવાબ આપ્યો હતો. એક ચાહકે તેને પ્રશ્નમાં પૂછ્યું કે"બોલીવુડમાં તમારો પહેલો ક્રશ કોણ હતો"?
અભિનેતાએ સવાલના જવાબમાં માધુરી સાથેનો પોતાનો ફોટો શેર કર્યો હતો.ત્યારે બીજા ચાહકે તેમની આજની અત્યંત ચેલેન્જીગ ફિલ્મ વિશે સવાલ કર્યો હતો.આ સાવલના જવાબ પર વિક્કીએ રમન રાઘવ 2.0 નું પોસ્ટર શેર કર્યું હતું.
આ સાથે જ એક અન્ય ચાહકે વિક્કીને સવાલ કર્યો હતો કે તેનો સમય કેવી રીતે પ્રસાર કરે છે.?જેના જવાબમાં અભિનેતાએ કહ્યું કે , તે તેના કુટુંબ સાથે સમય પ્રસાર કરવું, ફિલ્મ અને શો જોવું, ઘરનું કામ કરવું, ક્યારેક મમ્મી સાથે યોગા, મિત્રો સાથે વીડિયો કોલ કરીને સમય પ્રસાર કરે છે.
વિક્કીએ હોમ ક્વોરેન્ટાઇન વિશે જણાવતા કહ્યું કે, "અત્યારે કરવા માટેની સૌથી અગત્યની વસ્તુ! ઘરે રહીને સલામત રહેવાની છે."