ન્યૂઝ ડે્સ્ક: બોલિવૂડના 'સિરિયલ કિસર' તરીકે જાણીતા ઈમરાન હાશ્મી આજે પોતાનો 43મો જન્મદિવસ (Imran Hasmi BIrthday) ઉજવી રહ્યો છે. ઈમરાનનો જન્મ 24 માર્ચ 1979ના રોજ મુંબઈમાં થયો હતો. બોલિવૂડમાં ઈમરાન ઘણી ફિલ્મોમાં તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતો છે. ઈમરાન પોતાના લુક અને બોડી ટ્રાન્સફોર્મેશનના કારણે ચર્ચામાં રહે છે.
ઇમરાનને સિલિયલ કિસર કેમ કહે છે જાણો: આગામી દિવસોમાં અભિનેતા સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર-3' અને અક્ષય કુમારની ફિલ્મ સેલ્ફીમાં જોવા મળશે, જેના માટે ઈમરાન લાંબા સમયથી મહેનત કરી રહ્યો છે. આજે, અભિનેતાના જન્મદિવસ પર, લોકો તેને 'સિરિયલ કિસર' કેમ કહે છે અને હવે તે તેના વિશે શું વિચારે છે? આ સાથે તમે અભિનેતાના અંગત અને વ્યાવસાયિક જીવન વિશે કંઈક ખાસ જાણશો.
આ પણ વાંચો: એક્ટ્રેસ અવનીત કૌરની દમદાર અને હોટ તસવીરો પર કરો એક નજર
ઇમરાનની ઢગલાબંધ ફિલ્મોમાં કામ કર્યુ છે: ઈમરાન હાશ્મીએ 2003માં આવેલી ફિલ્મ 'ફૂટપાથ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે 'રાજ', 'મર્ડર', 'આશિક બનાયા આપને', 'જન્નત', 'અક્સર', 'કલયુગ', 'ગેંગસ્ટર', 'ધ કિલર', 'ગુડ બોય બેડ બોય', 'આવારાપન' કરી. 'વંસ અપોન અ ટાઇમ ઇન મુંબઈ', 'એક થી ડાયન', 'ઝેહર', 'અજહર' 'શંઘાઈ' અને 'ટાઈગર્સ' સહિત ડઝનેક ફિલ્મોમાં જોવા મળ્યો છે.
હવે ઇમરાનનો નવો અવતાર મળશે જોવા: મજાની વાત એ છે, ઈમરાન હાશ્મીએ બોલિવૂડની ઘણી હોરર ફિલ્મોમાં કામ કર્યું હતું અને ઘણી ફિલ્મોમાં બોલ્ડ સીન્સ આપીને વાહવાહી મેળવી હતી. જોકે, હવે ઈમરાન હાશ્મીની ઈમેજ સાવ બદલાઈ ગઈ છે. તે હવે 'સિરિયલ કિસર'થી વિલન બની ગયો છે. આગામી દિવસોમાં તે વિલનના પાત્રમાં ધૂમ મચાવનાર છે.
આ પણ વાંચો: 'લવ હોસ્ટેલ'ને લઇને વિક્રાંત મેસીએ કર્યો ખુલાસો