ETV Bharat / sitara

જાણો શું કહ્યું સોનાક્ષી સિંહાએ સુશાંત સિંહ રાજપૂતના મોતને લઇ... - સુશાંત સિંહ રાજપૂતના મોતને લઇ સોનાક્ષી સિંહા

સુશાંત સિંહ રાજપૂતનાં મોત પર સોનાક્ષી સિંહાએ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે સુશાંત સિંહના મોત પર પોતાની પ્રસિદ્ધિ મેળવવા માટે પ્રયાસ કરી રહેલા બધાને ઠપકો આપ્યો હતો. સોનાક્ષીએ લખ્યું છે કે "મૃતક માટે થોડું આદરની ભાવના રાખો...."

સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહા
author img

By

Published : Jun 16, 2020, 8:56 PM IST

મુંબઇ: બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ કોઈનું નામ લીધા વગર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જે બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ પ્રસિદ્ધિ મેળવવા માટે જે લોકો વાતો કરી રહ્યા છે તેમની વાતો સાંભળ્યા બાદ કરવામાં આવી હતી.

'દબંગ' ગર્લે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ દ્વારા તેનું નિવેદન શેર કર્યું હતું જેમાં તે 'કાઇપો છે...!' અભિનેતાના અવસાનના સમાચારનો ઉપયોગ કરીને નકારાત્મકતા ન ફેલાવવા અપીલ કરી રહી છે.તેના નિવેદનમાં તેણ લખ્યું કે, "કેટલાક લોકો કે જેઓ ફ્રેટનિર્ટીના સભ્યના મૃત્યુનો આશરો લઈને પોતાને હાઇલાઇટ કરી રહ્યા છે અને પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે... કૃપા કરીને તેને બંધ કરી દો..."

સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહા

તેમણે વધુમાં કહ્યું કે, 'તમે નકારાત્મકતા, દ્વેષ અને તણાવ ફેલાવી રહ્યા છો, જેની જરૂર નથી. જે હવે આ દુનિયામાં નથી તેનું સન્માન કરો. '

33 વર્ષીય અભિનેત્રીએ કોઈનું લીધા વગર આ પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું કે "કેટલાક લોકો વાહીયાત છે અને રહેશે..."

સુશાંત સિંહ રાજપૂતના અચાનક નિધન સાથે આખું બોલિવૂડ દુ:ખી છે. ટીવી એક્ટર અને બોલિવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આપધાત કર્યો હતો. તેણે મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના જ ઘરમાં ફાંસી લગાવીને જીવન ટૂંકાવ્યું હતું. સુશાંતસિહે એમ.એસ. ધોનીની બાયોપિકમાં કામ કર્યુ હતુ. તેના નોકરે પોલીસને તેનાં આપઘાત વિશે ફોન કરીને જાણ કરી હતી. તેના આપઘાત વિશે હજી કોઈ પણ કારણ સામે આવ્યુ નથી. ઘટના સ્થળે મુંબઈ પોલીસ તપાસ કરવા માટે પહોંચી હતી. તેમણે ઘટના સ્થળની મુલાકાત લઈને વધુ તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કે અભિનેતા સુશાંતસિંહે એમ એસ ધોની, કાઈ પો છે, છીછોરે, કેદારનાથ, જેવી ફેમસ ફિલ્મમાં કામ કર્યું છે. ટીવી પર કારકિર્દીની શરૂઆત કરનાર સુશાંત સિંહ રાજપૂતે તાજેતરનાં વર્ષોમાં મોટા પડદા પર પોતાની નોંધપાત્ર હાજરી નોંધાવી હતી. સુશાંતે ડિટેક્ટીવ વ્યોમકેશ બક્ષી, એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી કઇ પો ચે અને છીછોરે જેવી કેટલીક ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.