- કોરોના મહામારીમાં સેલેબ્સના હોલિડે પોસ્ટ પર નવાઝુદ્દીને ઉઠાવ્યા સવાલ
- નવાઝુદ્દીને કહ્યુ શરમ આવી જોઈએ
- અગાઉ શોભા દે અને સેલિબ્રેટી મેનેજર રોહિણી અયરે પણ નારાજગી વ્યક્ત કરી
હૈદરાબાદ: બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ આ મહામારીના સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયા પર હોલિડે ફોટા પોસ્ટ કરનારી હસ્તીઓ ઉપર નારાજગી વ્યક્ત કરી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
નવાઝુદ્દીને કહ્યુ શરમ આવી જોઈએ
એક વેબલાઇડ સાથે વાત કરતા નવાજે કહ્યું કે આ સેલિબ્રિટીઓને તેમની સંવેદનશીલતા પર શરમ થવી જોઈએ
નવાઝે કહ્યું, 'આ સેલિબ્રિટીઝ એવા સમયે હોલિડે ફોટો પોસ્ટ કરી રહ્યા છે જ્યારે દુનિયા ખરાબ મંદીની સ્થિતિમાં છે. લોકો પાસે ખોરાક નથી અને તમે પૈસા ફેંકી રહ્યા છો. થોડી તો શરમ કરો
શોભા દે અને સેલિબ્રેટી મેનેજર રોહિણી અયરે પણ નારાજગી વ્યક્ત કરી
આ અગાઉ પણ લેખિક શોભા દે અને સેલિબ્રેટી મેનેજર રોહિણી અયરે પણ સોશિયલ મીડિયા પર હોલિડે પિક્ચરો પોસ્ટ કરવા બદલ સેલેબ્રીટીઝ પર નારાજગી વ્યક્ત કરી હતી.