ન્યૂઝ ડેસ્ક: હાલ સમગ્ર દેશમાં હોળીનો માહોલ છે અને દરેકના ચહેરા રંગ અને ગુલાલથી રંગાયેલા (Vicky Kat First Holi) છે, ત્યારે બોલિવૂડ સ્ટાર્સ પણ હોળી પર હંગામો મચાવવામાં વ્યસ્ત છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સે તેમના ચાહકોને હોળીની શુભકામનાઓ (Happy Holi 2022) પાઠવી છે. આ પહેલા કરીના કપૂર ખાન અને પ્રિયંકા ચોપરાએ ચાહકોને હોળીની શુભેચ્છા પાઠવી હતી. હવે બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અને સુંદર અભિનેત્રી કેટરીના કૈફે ચાહકોને હોળીની શુભેચ્છા પાઠવી છે. કેટરિના હાલમાં પતિ વિકી કૌશલ, દિયર સની કૌશલ અને સાસુ સાથે તેના સાસરિયાંના ઘરે હોળી રમી રહી છે.

આ રીતે કરી કેટરીનાએ હોળીની ઉજવણી: કેટરીના કૈફના લગ્ન પછી આ પહેલી હોળી છે. કેટરીના તેના સાસરિયામાં આ તહેવારની ઉજવણી કરી રહી છે. કેટરિના કૈફે હોળીની ઉજવણીની તસવીરો શેર (Social Media) કરી છે.
આ પણ વાંચો: Holi 2022: બોલિવૂડના આ 8 નવ પરિણીત યુગલો લગ્ન બાદ પહેલી હોળી આ રીતે ઉજવી રહ્યા છે
સાસુમાંએ આપ્યા વહુને આશીર્વાદ: આ તસવીરોમાં કેટરિના કૈફ સહિત દરેક વ્યક્તિ હોળી માટે સફેદ પોશાકમાં છે અને દરેકના ચહેરા લાલ રંગના ગુલાલથી મઢેલા છે. કેટરીના તેના સાસુ વીણા કૌશલની બાજુમાં ઉભી છે. એક તસવીરમાં વીણા તેની વહુ કેટરિનાના ગાલ પર હાથ મૂકીને પ્રેમ વ્યક્ત કરી રહી છે.
આ પણ વાંચો: Happy Holi: ધૂળેટીના તહેવારને વધુ ખાસ બનાવા આ ગીતો સાથે બોલાવો રમઝટ