ન્યુઝ ડેસ્ક: બોલીવુડની જાણીતી ગાયક સુનિધિ ચૌહાણનુ ગાયકી જગતમાં એક અલગ જ નામ છે. તેમના ગાવાના અંદાઝ અને ઉંચી અવાજે તેમને ઓળખ આપી છે. સુનિધિ માત્ર હિન્દી જ નહી પણ મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, પંજાબી, બંગાળી, કેટલીય ભાષામાં ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. ઉમદા ગાયીકીને કારણે તે કેટલાય એવોર્ડોથી સમ્માનિત થઈ ચૂકી છે. અવાજની સાથે સાથે તે સુંદર પણ છે. તેમણે 2013માં દુનિયાની ટોપ 50 સેક્સીએસ્ટ મહિલામાં સ્થાન મેળવ્યું હતું.
રીયાલીટી શો જીતીને બનાવી ઓળખ
સુનિધિનો જન્મ 14 ઓગસ્ટ 1983માં દિલ્હીમાં થયો હતો. તેમના પિતા ગુજરાતી કલાકાર હતા. તેમને ગાવાનો શોખ તેમના પિતા દ્વારા જ લાગ્યો હતો. તેમણે 4 વર્ષની ઉંમરથી જ ગાવાનુ શરૂ કર્યું હતું. નાની વયે તેમણે સિંગિંગ શોમાં ભાગ લીધો હતો. સુનિધિએ 14 વર્ષની ઉંમરે દુરદર્શનનો રીયાલીટી શો મેરી આવાજ સુનો જીતીને પોતાના અવાજની ઓળખ દુનિયાને આપી હતી. માત્ર 16 વર્ષની વયે રામ ગોપાલ વર્માની ફિલ્મ મસ્તમાં તેમણે ગીત ગાયુ હતુ જે સુપરહિટ રહ્યું હતું.