- Happy Birthday સારા અલી ખાન
- 1995માં પટોડી પરીવારમાં થયો હતો જન્મ
- અમૃતા સિંહ અને સૈફ એલી ખાનની પુત્રી
મુંબઈ : બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનની દિકરી અને અભિનેત્રી સારા અલી ખાનનો આજે જન્મ દિવસ છે, તેમનો જન્મ 1995માં પટોડી પરીવારમાં થયો હતો. સારા અલી ખાન સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહની દિકરી છે. સારા અલી ખાનને બોલીવુડમાં આવ્યાને વધુ સમય નથી થયો પરતું તે હંમેશા સમાચાર રહેતી હોય છે.
પ્રથમ ફિલ્મને ઠીક પ્રતિભાવ
સારા અલી ખાનએ બોલીવુડમાં પોતાના કરીયરની શરૂઆત 20218માં કેદારનાથ ફિલ્મ સાથે કરી હતી. તેની સાથે ફિલ્મમાં સુષાતસિંહ રાજપૂત હતા. બોક્સ ઓફિસમાં આ ફિલ્મને ઠીક-ઠીક પ્રતિભાવ મળ્યો હતો. તે બાદ તે રણવિર સિંહ સાથે સિમ્બામાં જોવા મળી હતી જે હિટ થઈ હતી.
આ પણ વાંચો : OBC List : 127મું બંધારણ સુધારા બિલ રાજ્યસભામાં થયું પસાર
અગંત જીવન
સારા અલી ખાન કાર્તિક આર્યન સાથે ફિલ્મ લવ આજ કલ અને વરુણ ધવન સાથે ફિલ્મ કુલી નંબર 1 માં જોવા મળી હતી. તેની બંને ફિલ્મો દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી શકી નથી. સારા અલી ખાનના અંગત જીવનની વાત કરીએ તો તેના જીવનમાં ઘણા ઉતાર -ચઢાવ આવ્યા છે. તે જ સમયે, સાવકી માતા હોવા છતાં, સૈફ અલી ખાનની બીજી પત્ની કરીના કપૂર ખાન સાથે તેની ખૂબ સારી બોન્ડિંગ છે.
આ પણ વાંચો :અમદાવાદમાં મોહરમના તાજીયાને લઈને મહત્વનો નિર્ણય