ન્યુઝ-ડેસ્ક દક્ષિણ ફિલ્મ જગતના સુપરસ્ટાર ચિરંજીવીએ સમગ્ર ભારતમાં નામના મેળવી છે. અભિનેતા પાછળ દર્શકોનું પાગલપન જોવા જેવું હોય છે. આ જ કારણે છે કે જ્યારે તે ફિલ્મ જગત છોડીને રાજનિતી તરફ વળ્યા ત્યારે લોકોએ તેમનો સાથ આપ્યો હતો. આજે તેમનો જન્મદિવસ છે.
ચિરંજીવીનો જીવન પરીચય
ચિંરજીવીનો જન્મ 22 ઓગસ્ટ 1955માં આન્ધ-પ્રદેશના ગોદાવરી જિલ્લામાં થયો હતો. તેમનુ સાચુ નામ કોળીદેલ શિવ શંકર વર પ્રસાદ છે. નાનપણથી જ તેઓને અભિનયમાં રૂચી હતી. તેમણે ઓગોલે સ્થિત સીએસઆર શર્મા કોલેજમાંથી ધોરણ 12 પાસ કર્યા બાદ કોમર્ષ વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ભણતર પૂરૂ કર્યા બાદ તેઓ ચેન્નેઈ આવી ગયા જ્યા અભિનય શિખવા માટે તેમણે મદ્રાસ ફિલ્મ ઈન્ટીટ્યુટમાં દાખલો લઈ લીધો. 1980માં દક્ષિણના જાણીતા હાસ્ય કલાકાર અલ્લૂ રામ લિંહઇયાની દિકરી સુલેખા સાથે લગ્ન કરી લીધા. ચિંરજીંવીને બે દિકરી સુષ્મિતા અને સ્ત્રીજા છે અને એક દિકરો રામચરણ તેજા છે.
આ પણ વાંચો : ઘરે બેઠા કરો પૌરાણિક શિવ મંદિરના દર્શન
ફિલ્મી સફર
ચિંરજીવીએ 1978માં ફિલ્મ પૂનાધિરાલ્લુથી પોતાનું સફર શરૂ કર્યું હતું. જોકે બોક્સ ઓફિસ પર રીલીઝ થનારી તેમની પેહેલી ફિલ્મ પ્રણામ ખારીદુ હતી. 1979માં તેમની 8 અને 1980માં તેમની 10 મોટી ફિલ્મો આવી હતી. તેમણે કેટલીક ફિલ્મોમાં નેગેટીવ રોલ પણ કર્યા, તેમાં મોગાસડૂ, રાની કસુલા રંગમ્મા જેવી ફિલ્મો સામેલ છે. 1997માં આવેલી હિટલરમાં ચિંરજીવીના અભિનયને લોકોએ ખુબ જ પંસદ કર્યો હતો. તેમની કારકર્દિ દરમિયાન તેમણ 9 સાઉથના 9 ફિલ્મ ફેયર એવોર્ડ મેળવ્યા હતા. ચિંરજીવીને દેશના સૌથી પ્રતિષ્ઠીત 3 સન્માન પદ્મભુષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય તેમને આંન્ધ્ર વિશ્વવિદ્યાલયથી ડોક્ટરેટની માનદ ઉપાધિ પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો : આજે ભાઇ-બહેનના સ્નેહનો પવિત્ર તહેવાર રક્ષાબંધન, જાણો શુભ મુહૂર્ત
રાજનૈતિક સફર
ચિંરજીવીએ પોતાની પ્રસિદ્ધીને કારણે રાજકારણમાં નસિબ અજમાવ્યું હતું, જેમાં તે સફળ પણ રહ્યા હતા. વર્ષ 2008માં તેમણે આન્ધ્ર-પ્રદેશમાં પ્રજા રાજ્યમ નામની પાર્ટીની સ્થાપના કરી હતી અને 2009માં તેમણે વિધાનસભા ચૂંટણીમા તેમની પાર્ટીને 18 સીટો પર જીત પણ મળી હતી. દક્ષિણ ભારતમાં ચિંરજીવીની ઓળખ એક સામાજિક કાર્યકર્તાના રૂપમાં હતી.