મુંબઈઃ અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ 'ગુલાબો સીતાબો'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં બંને કલાકારો વચ્ચે અનોખો સંબંધ બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મ 12 જૂને OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ ફિલ્મમાં અમિતાભ એક વૃદ્ધ મુસ્લિમ માણસની ભૂમિકામાં જોવા મળશે. વળી, આયુષ્માન ભાડુઆત તરીકે તેની હવેલીમાં રહે છે અને દરરોજ બંને વચ્ચે ઝઘડો થાય છે. લોકડાઉનને કારણે, નિર્માતાઓએ ફિલ્મને થિયેટરને બદલે એમેઝોન પ્રાઇમ પર રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. હવે આ ફિલ્મ 12 જૂને એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. આ ફિલ્મનું દિગ્દર્શન શૂજિત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું નિર્માણ રોની લાહિરી અને શીલ કુમારે કર્યું છે.