ETV Bharat / sitara

Gujarati film industry Sad News: ફોટો જર્નાલિસ્ટમાંથી અભિનેતા બનેલા દિગ્ગજ ગુજરાતી કલાકાર અરવિંદ રાઠોડનું નિધન - Gujarati artist

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ(Gujarati film industry)ને આજે એક ઝટકો લાગ્યો છે. કારણ કે, ગુજરાતી ફિલ્મોના પીઢ કલાકાર અરવિંદ રાઠોડ(Arvind Rathore)નું નિધન થયું છે. તેમની અચાનક વિદાયથી તેમના ચાહક વર્ગમાં અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અરવિંદ રાઠોડે (Arvind Rathod)અનેક ગુજરાતી અને હિન્દી ફિલ્મો(Gujarati and Hindi Film)માં અભિનય કર્યો હતો.

દિગ્ગજ ગુજરાતી કલાકાર અરવિંદ રાઠોડનું નિધન

author img

By

Published : Jul 1, 2021, 1:57 PM IST

  • ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને લાગ્યો ઝટકો
  • દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન
  • અરવિંદ રાઠોડે 250થી વધુ ફિલ્મોમાં કર્યું હતું કામ

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડ(Arvind Rathod)નું આજે નિધન થયું છે. તેમના નિધનથી સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અરવિંદ રાઠોડ(Arvind Rathore)ના પિતા દરજી કામ કરતા હતા, પરંતુ તેમનું મન તો અભિનય તરફ આકર્ષાતું હતું, એટલે તેમણે પિતાનો વ્યવસાય સ્વીકારવાના બદલે શાળા-કોલેજમાં અભિયન સાથે અન્ય પ્રવૃત્તિ કરીને અનેક ઈનામ મેળવ્યા હતા. આ સાથે જ તેમણે નાટકોમાં કામ કરવાનું પણ શરૂ કર્યું હતું.

દિગ્ગજ ગુજરાતી કલાકાર અરવિંદ રાઠોડનું નિધન
દિગ્ગજ ગુજરાતી કલાકાર અરવિંદ રાઠોડનું નિધન

આ પણ વાંચોઃ મહાભારતમાં ઈન્દ્રદેવની ભૂમિકા ભજવનાર પ્રખ્યાત પંજાબી અભિનેતા સતીશ કૌલનું નિધન

અરવિંદ રાઠોડે હિન્દી ફિલ્મોમાં પણ કર્યું હતું કામ

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા રાજ કપૂર(Raj Kapoor)ની ફિલ્મ 'મેરા નામ જોકર' ફિલ્મમાં પણ તેઓ અભિનય કરી ચૂક્યા હતા. આ ઉપરાંત તેમણે કોરા કાગઝ, અગ્નિપથ અને ખુદાગવાહ જેવી હિન્દી ફિલ્મો(Hindi Film)માં પણ કામ કર્યું હતું.

વર્ષ 1965 પછી તેઓ અભિનયના ક્ષેત્રમાં આવ્યા હતા

ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ કલાકાર એવા અરવિંદ રાઠોડે(Arvind Rathod) ગુજરાતી ફિલ્મોની સાથે-સાથે હિન્દી ફિલ્મોમાં પણ પોતાનો સિક્કો ચલાવ્યો હતો. વર્ષ 1965 પછી તેઓ અભિનયના ક્ષેત્રમાં આવ્યા હતા. અભિનય ક્ષેત્રમાં આવતા જ તેમની સામે ફિલ્મોનો ઢગલો થઈ ગયો હતો. પ્રથમ વર્ષે તેમણે ગુજરાતણમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેમણે પહેલો નેશનલ એવોર્ડ મેળવનારી ગુજરાતી ફિલ્મ 'કંકુ'માં કામ કર્યું હતું.

અરવિંદ રાઠોડે 45થી વધુ ફિલ્મોમાં ખલનાયકની પણ ભૂમિકા ભજવી હતી

આ ઉપરાંત તેમણે સંસાર લીલા અને જનનીની જોડ, જન્મટીપ, ભાદર તારા વહેતાં પાણી સહિતની ફિલ્મોમાં કામ કર્યું હતું. અરવિંદ રાઠોડે 45થી વધુ ફિલ્મોમાં ખલનાયકની પણ ભૂમિકા ભજવી હતી. આમ, અરવિંદ રાઠોડે(Arvind Rathod) 250થી વધારે ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

આ પણ વાંચોઃ Bollwood Sad News: બોલિવુડ ફિલ્મ નિર્દેશક અને અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હૃદયરોગના હુમલાથી નિધન

ફોટો જર્નાલિસ્ટમાંથી અભિનેતા બન્યા હતા અરવિંદ રાઠોડ

અરવિંદ રાઠોડ (Arvind Rathore)મુંબઈમાં ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરતા હતા. તે દરમિયાન રાજ કપૂરે તેમને જોયા અને મેરા નામ જોકર ફિલ્મમાં તેમને નાનકડી ભૂમિકા આપી. ત્યારથી જ તેઓ ફિલ્મી પડદા સાથે જોડાઈ ગયા હતા. અરવિંદ રાઠોડે(Arvind Rathod) ગુજરાતી અને હિન્દી ફિલ્મોની સાથે-સાથે થોડી ખુશી થોડે ગમ જેવી અનેક સિરીયલ્સમાં પણ કામ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.