મુંબઇ : એક મિનિટના ટીઝરમાં બતાવવામાં આવ્યું છે, રજનીકાંત જંગલની અંદર આવેલા તળાવમાં ઓલ ટેરેન વ્હીકલ સાથે જતા જોવા મળે છે. આ ઉપરાંત તેઓ દોરડાની મદદથી ઉપર ચઢવાનો પ્રયાસ કરે છે અને જંગલમાં સર્વાઈવ થવા માટે અન્ય કેટલીક ડેન્જરસ એક્ટિવિટી કરતાં જોવા મળ્યાં હતાં. રજનીકાંત તથા બેયર જૂના બ્રીજ પર ચાલતા જોવા મળ્યાં હતાં. આ વીડિયોમાં રજનીકાંત કહે છે કે આ રિયલ એન્ડવેન્ચર છે અને તેઓ પોતાની ટ્રેડ માર્ક સ્ટાઈલ સાથે સનગ્લાસ પહેરે છે.
રજનીકાંત આ શોથી ટીવી પર ડેબ્યૂ કરી રહ્યાં છે. તેમણે 28થી 30 જાન્યુઆરીની વચ્ચે બાંદીપુર ટાઈગર રિઝર્વમાં શૂટિંગ કર્યું હતું. રજનીકાંત પહેલાં બેયર ગ્રિલ્સનો નરેન્દ્ર મોદી સાથેનો ‘મેન vs વાઈલ્ડ’નો એપિસોડ ઉત્તરાખંડના જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં શૂટ થયો હતો. આ એપિસોડ ગયા વર્ષે 12 ઓગસ્ટના રોજ ટેલિકાસ્ટ થયો હતો, જેણે ટીવીના ઇતિહાસમાં રેકોર્ડ 3.6 બિલિયન ઇમ્પ્રેશન જનરેટ કરી હતી.