મુંબઇ: રોહિત શેટ્ટી દિગ્દર્શિત ફિલ્મ 'ગોલમાલ: ફન અનલિમિટેડ' ના રિલીઝને 14 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે ફિલ્મમાં અભિનય કરનાર અરશદ વારસી, તુષાર કપૂરે ફિલ્મ સાથે જોડાયેલી યાદોને ફરી યાદ કર્યા હતા.અજય દેવગન, અરશદ વારસી, શરમન જોશી અને તુષાર કપૂર અભિનિત, કોમેડી ડ્રામા ફિલ્મ તે સમયની ખૂબ જ હિટ ફિલ્મ હતી.
અરશદે મંગળવારે ટ્વિટ કર્યું હતું કે "પાગલપન શરૂ થયાને 14 વર્ષ થયા છે .. જે હજી પણ ચાલુ છે..." ત્યારે તુષારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મના કેટલાક પોસ્ટરો પોસ્ટ કર્યા છે.તેણે કેપ્શન આપ્યું, "ગોલમાલ ફન અનલિમિટેડના 14 વર્ષ 14/07/2006...લોકોનો ગોલમાલ ફ્રેન્ચાઇઝને ખૂબ જ પ્રેમ આપવા બદલ આભાર. ગોલમાલ ફન અનલિમિટેડ ટીમને પણ આભાર."
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
વર્ષ 2006 માં રિલીઝ થયેલી પહેલી 'ગોલમાલ' ફિલ્મની 4 ફ્રેન્ચાઇઝી ફિલ્મો છે.પહેલી ફિલ્મના બે વર્ષ બાદ તેની સિક્વલ 'ગોલમાલ રીટર્ન' રિલીઝ થઈ હતી, જે હિટ સાબિત થઈ હતી. ત્યારબાદ વર્ષ 2010 માં 'ગોલમાલ 3' આવી હતી. જેણે ઘણા રેકોર્ડ તોડ્યા અને બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી.તે બાદ 'ગોલમાલ અગેઇન' 2017 માં આવી હતી.