ETV Bharat / sitara

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ "ધૂમકેતુ"નું ટીઝર રિલીઝ

OTT પ્લેટફોર્મ પર રિલિઝ થયેલી નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ "ધૂમકેતુ"નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં અનુરાગ કશ્યપ, અમિતાભ બચ્ચન, સોનાક્ષી સિંહા અને રણવીર સિંહ જોવા મળી રહ્યા છે.

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ "ઘૂમકેતુ"નું ટીઝર રિલીઝ

author img

By

Published : May 15, 2020, 7:46 PM IST

મુંબઇ: અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની આગામી ફિલ્મ 'ધૂમકેતુ'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. કોમેડી ડ્રામા ફિલ્મના ટીઝરમાં નવાઝુદ્દીન તેના શાનદાર રોલમાં જોવા મળી રહ્યો છે. નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ‘ધૂમકેતુ’ ડિજિટલ પ્લેટફોર્મ ઝી-5 પર 22 મેના રોજ સ્ટ્રીમ થવાની છે. ફિલ્મમાં નવાઝ લેખકના રોલમાં તથા અનુરાગ કશ્યપ પોલીસના રોલમાં છે.

અભિનેતા ઉપરાંત અનુરાગ કશ્યપના કોમિક રોલની પ્રથમ ઝલક બતાવવામાં આવી છે. આ સિવાય અમિતાભ બચ્ચન, રણવીર સિંહ અને સોનાક્ષી સિંહાની પણ જોવા મળી રહ્યા છે.ફિલ્મમાં નવાઝ નવો નવો લેખક બન્યો હોય છે. તે પોતાને સ્ક્રિપ્ટરાઈટર તરીકે ઈન્ટ્રોડ્યૂસ કરે છે અને તે ફિલ્મમાં કામ કરવાનું સપનું લઈને મુંબઈ આવે છે. જોકે, તેની ફિલ્મ્સની સ્ક્રિપ્ટ ચોરાઈ જાય છે અને તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવે છે. અહીંયા તેની મુલાકાત પોલીસ સાથે થાય છે. પોલીસના રોલમાં અનુરાગ કશ્યપ જોવા મળે છે.

આ ફિલ્મને પુષ્પેન્દ્ર નાથ મિશ્રાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મને ફેન્ટમ ફિલ્મ્સ તથા સોની પિક્ચર્સ નેટવર્ક્સે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મમાં ઈલા અરૂણ, રઘુવીર યાદવ, સ્વાનંદ કિરકરે તથા રાગિણી ખન્ના પણ છે. આ ઉપરાંત ફિલ્મમાં લૌરેન, ફિલ્મમેકર નિખીલ અડવાણી તથા ચિત્રગંદા સિંહ પણ જોવા મળશે.

ફિલ્મને લઈ નવાઝે કહ્યું હતું કે, તેણે આ પહેલાં ક્યારેય આવું પાત્ર ભજવ્યું નથી. તેણે અનુરાગ સાથે સ્ક્રીન શેર કરી છે અને તે અનુભવ ઘણો જ સારો રહ્યો હતો. આ ફિલ્મ ચાહકોને એન્ટરટેઈન કરશે. અનુરાગે કહ્યું હતું કે, આ ફિલ્મ એકદમ ફની અને દિલને સ્પર્શી જનારી છે.

નવાઝુદ્દીન સિદ્દીકી આ પહેલાં ‘મોતીચૂર ચકનાચૂર’ ફિલ્મમાં જોવા મળ્યો હતો. ડિજિટલ પ્લેટફોર્મની વાત કરીએ તો ‘સેક્રેડ ગેમ્સ’ની બીજી સિઝનમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત ‘મેક માફિયા’માં પણ નવાઝ જોવા મળ્યો હતો. અનુરાગ કશ્યપ આ પહેલાં ફિલ્મ ‘અકિરા’માં પોલીસના રોલમાં જોવા મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.